<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

જાનૈયાઓ ભરેલી બેકાબુ બસ પલટી જતા અકસ્માત સર્જાયો

મધ્યપ્રદેશમાં મુસ્લિમ જાનૈયાઓને નડ્યો અકસ્માત :અકસ્માતમાં ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા

ભોપાલ, તા.૧૧

મધ્યપ્રદેશના કટનીથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. અહીં મુસ્લિમ જાનૈયાઓને લઈ જતી એક બસ કન્હવારા રોડ પર બેકાબૂ થઇને પલટી ખાઈ જતાં ચીસાચીસ મચી ગઇ હતી. આ અકસ્માતમાં ૨૪થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ઘાયલોને નજીકની હોસ્પિટલે ખસેડાયા છે. આ બસ કેમોરથી ઉપડી હતી અને કતંગી જઇ રહી હતી. આ દુર્ઘટનામાં ૨૪ મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની પણ ચર્ચા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતાં તપાસ શરૃ કરી હતી.

મળતી માહિતી અનુસાર બુનિયાદ ટ્રાવેલ્સની આ બસ હતી જેનું નંબર સ્ઁ ૨૦ ઢન્ ૭૭૭૩ જણાવાઈ રહ્યું છે. લગ્ન સમારોહ પતી ગયા બાદ જાનૈયાઓને લઈને આ બસ રવાના થઇ અને તેને દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો. એવી માહિતી છે કે રસ્તામાં જતા જતા ડ્રાઈવર અને ક્લિનર વચ્ચે કોઈ મામલે બબાલ થઇ હતી અને તેના કારણે ડ્રાઈવરનું ધ્યાન ભટકી ગયું અને બસ બેકાબૂ થઇને પલટી ખાઈ ગઈ હતી.

(8:35 PM IST)