<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

'આઈ લવ વાયનાડ'ની ટી-શર્ટ પહેરી પ્રિયંકા ગાંધીનાચૂંટણી પ્રચારમાં ઉતર્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું, "વાયનાડના લોકોએ મને એટલો પ્રેમ અને સ્નેહ આપ્યો કે મારી રાજનીતિ બદલાઈ ગઈ. મને સમજાયું કે નફરતનો સામનો કરવાનું એકમાત્ર હથિયાર સ્નેહ છે

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડના સુલતાન બાથરીમાં રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન લોકસભાના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ હાજર હતા. તેઓ વાયનાડમાં પ્રિયંકા ગાંધી માટે પ્રચાર કરી રહ્યા હતા.પ્રિયંકા ગાંધી વાયનાડ લોકસભા સીટની પેટાચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. રોડ શો દરમિયાન રાહુલ ગાંધી આઈ લવ વાયનાડની ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા.

વાયનાડમાં રોડ શો દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, "વાયનાડના લોકોએ મને એટલો પ્રેમ અને સ્નેહ આપ્યો કે મારી રાજનીતિ બદલાઈ ગઈ. મને સમજાયું કે નફરતનો સામનો કરવાનું એકમાત્ર હથિયાર સ્નેહ છે." પરંતુ યાત્રાની શરૂઆતમાં જ મેં જોયું કે હું લોકોને ગળે લગાવી રહ્યો હતો અને લોકો મને કિસ કરી રહ્યા હતા. હું કહી રહ્યો હતો, હું તમને પ્રેમ કરું છું, તેઓ કહેતા હતા, અમે તમને પ્રેમ કરીએ છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે જ્યારે હું પ્લેનમાં હતો ત્યારે મને સમજાયું કે મેં ઘણા વર્ષોથી રાજકારણમાં 'પ્રેમ' શબ્દનો ઉપયોગ કર્યો નથી. વાયનાડ આવ્યા બાદ મેં અચાનક જ રાજકારણમાં ‘પ્રેમ’ શબ્દ વાપરવાનું શરૂ કર્યું.

વાયનાડના લોકોએ મને શીખવ્યું કે આ શબ્દનું રાજકારણમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે. તેથી જ આજે મેં આ ટી-શર્ટ પહેરી છે. વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે.


જ્યારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે વાયનાડ પેટાચૂંટણીને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "મેં હમણાં જ ત્યાં પ્રચાર કર્યો છે. આ એકતરફી ચૂંટણી છે. વિવિધ રાજકીય પક્ષોના લોકો પણ ઈચ્છે છે કે પ્રિયંકા સાંસદ બને. પ્રિયંકા ત્યાં ચૂંટણી લડે છે તેના પર તેમને ગર્વ છે. અને હું ખૂબ જ ખુશ છું કે તે તેના મતવિસ્તારની ખૂબ જ સારી સંભાળ રાખશે."

(9:04 PM IST)