News of Monday, 11th November 2024
જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યનું એલાન:જ્યાં સુધી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્ત નહીં થાય ત્યાં સુધી કૃષ્ણના દર્શન નહીં કરું
તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મુદ્દે કોર્ટનો ચુકાદો આપણા પક્ષમાં આવતો નથી ત્યાં સુધી હું કોઈપણ કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા નહીં જાઉં.આ કેસમાં જો મને સાક્ષી તરીકે કોર્ટમાં બોલવવામાં આવશે તો હું કોર્ટમાં પણ જઈશ.

વૃંદાવન: મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્ત કરવા માટે આંદોલન ચાલી રહ્યું છે, એવા સમયે પદ્મ વિભૂષણ સ્વામી રામભદ્રાચાર્યે એલાન કર્યું છે કે, જ્યાં સુધી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્ત નહીં થાય ત્યાં સુધી હું કૃષ્ણના દર્શન કરવા નહીં જાઉં. ચિત્રકૂટમાં તુલસી પીઠના પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યની વૃંદાવનમાં ચાલી રહેલી કથા સમયે તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી શ્રીકૃષ્ણ
જન્મભૂમિ મુક્ત નહીં થાય ત્યાં સુધી હું શ્રીકૃષ્ણ જન્મભૂમિના દર્શન કરવા નહીં જાઉં અને બાંકે બિહારીના પણ દર્શન નહીં કરું.
આ મુદ્દે જયપુરમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મુદ્દે કોર્ટનો ચુકાદો આપણા પક્ષમાં આવતો નથી ત્યાં સુધી હું કોઈપણ કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા નહીં જાઉં.આ કેસમાં જો મને સાક્ષી તરીકે કોર્ટમાં બોલવવામાં આવશે તો હું કોર્ટમાં પણ જઈશ.
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર મુદ્દે બોલતા તેમણે કહ્યું કે, “મને પૂરો વિશ્વાસ છે કે બહુ જલ્દી પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર આપણને મળી જશે, એના માટે અમે રાજનૈતિક આહ્વાન તો કરીએ છીએ સાથે કૂટનિતિક આહ્વાન પણ કરીએ છીએ. આધ્યાત્મિક હોવાને કારણે અમે આ માટે યજ્ઞમાં આહુતિ પણ આપી રહ્યા છીએ. એક યજ્ઞ સાલાસારામાં કર્યો હતો, એમાં સવા કરોડ આહુતિ હોમી છે. બીજો યજ્ઞ અયોધ્યામાં કર્યો અને હવે મહાકુંભમાં કરીશું.”
સ્વામી રામભદ્રાચાર્યનો પરિચય
સ્વામી રામભદ્રાચાર્ય બે વર્ષની વયથી તેઓ જોઈ શકતા નથી. તેઓ કથાવાચક, હિન્દુ ધર્મગુરુ અને વિદ્વાન છે. રામાનંદ સંપ્રદાયમાં ચાર જગદગુરુઓમાં તેઓ એક છે અને ૧૯૮૮ થી તેઓ આ પદ પર છે. તેઓ ૧૪ ભાષાના વિદ્વાન છે અને ૨૨ ભાષાઓ બોલી શકે છે. તેમણે બે સંસ્કૃત અને બે હિન્દીમાં મળી કુલ ચાર મહાકાવ્યોની રચના કરી છે. તેઓ રામ મંદિર સાથે પણ સંકળાયેલા હતા અને એના ઉદ્ઘાટન સમારોહમાં ઉમંગભેર સામેલ થયા હતા.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
