<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

દુનિયા પર ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના જોવા મળી રહી છે : મોહન ભાગવત

સંઘ વડાએ કહ્યું - વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે, પરંતુ તેનો લાભ હજુ સુધી ગરીબોને મળી રહ્યો નથી. દુનિયાને તબાહ કરવા વાળા હથિયાર દરેક જગ્યાએ પહોંચી ગયા છે

જબલપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહિલા નેતા ડૉ. ઉર્મિલા જામદારની સ્મૃતિમાં આયોજિત એક વ્યાખ્યાનમાં આરએસએસ ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, રશિયા-યુક્રેન અને ઇઝરાયલ- હમાસ સંઘર્ષોને જોતા, ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના જોવા મળી રહી છે. તેઓએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે, પરંતુ તેનો લાભ હજુ સુધી ગરીબોને મળી રહ્યો નથી. દુનિયાને તબાહ કરવા વાળા હથિયાર દરેક જગ્યાએ પહોંચી ગયા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક બીમારીઓની દવા ઉપલબ્ધ નથી, જ્યારે દેશી કટ્ટા ઉપલબ્ધ છે.!! તેઓએ પર્યાવરણ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આ એવી સ્થિતિમાં પહોંચી ગયા છીએ, જ્યાં આવી બીમારીઓનું કારણ બની રહ્યું છે. માનવતાની સેવા કરવી સનાતન ધર્મ છે. જે હિન્દુ ધર્મનો પર્યાય છે. તેઓએ કહ્યું કે, હિન્દુત્વમાં દુનિયાને માર્ગ બતાવવાની ક્ષમતા છે. ભાગવતે કહ્યું કે, હિંદૂ શબ્દ ભારતીય ધર્મગ્રંથોમાં આવતા પહેલા પણ હયાત હતો. તેઓએ કહ્યું કે, તેને પહેલી વાર ગુરુ નાનક દેવે જાહેર પ્રવચનમાં રજૂ કર્યો હતો

(11:08 PM IST)