<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

બંધારણમાં સુધારા કોંગ્રેસે કર્યા અને દોષનો ટોપલો ભાજપના માથે ઢોળે છે : નીતિન ગડકરી

વિદર્ભ પ્રદેશના વર્ધા જિલ્લામાં પ્રચાર રેલીઓમાં બોલતા ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, ભાજપ કાર્યકર્તાઓની પાર્ટી છે, જ્યારે કોંગ્રેસ વંશવાદી રાજકારણમાં સામેલ છે

વર્ધા: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે બંધારણમાં સુધારા કર્યા હતા, પરંતુ હવે લોકો સમક્ષ એવી વાત ફેલાવે છે કે, ભાજપ તેમાં ફેરફાર કરશે. વિદર્ભ પ્રદેશના વર્ધા જિલ્લામાં પ્રચાર રેલીઓમાં બોલતા ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, ભાજપ કાર્યકર્તાઓની પાર્ટી છે, જ્યારે કોંગ્રેસ વંશવાદી રાજકારણમાં સામેલ છે. તેઓએ ફેક નૅરટિવ ફેલાવી હતી કે, ભાજપને લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ બેઠકો મળશે તો, બંધારણ બદલાઈ જશે. કોંગ્રેસે બંધારણ બદલ્યું અને તેઓ અમને દોષ આપે છે કે, જનતા પાર્ટીએ તેને સુધાર્યું. ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન બંધારણમાં કેટલી વાર સુધારો કરવામાં આવ્યો ? કોંગ્રેસ આનો જવાબ આપવા માંગતી નથી. 

  વર્ધા  જિલ્લાના અરવી વિધાનસભા ક્ષેત્રમાં બોલતા ગડકરીએ કહ્યું કે, જો કોંગ્રેસે ગ્રામીણ ભારતને પ્રાધાન્ય આપ્યું હોત તો, ખેડૂતો આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યા ન હોત અને ગામડાઓમાં ગરીબી ઓછી હોત. ભાજપ ન તો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કે નીતિન ગડકરીનો પક્ષ છે પરંતુ તે કાર્યકર્તાઓની પાર્ટી છે જેમણે તેમના જીવનને સમર્પિત કર્યું છે. ભારતના ૭૫ વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસે ક્યારે પણ દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપી નથી. ગામડાઓમાં રસ્તા નથી પીવાનું પાણી નથી. કોંગ્રેસે ક્યારે પણ ગ્રામીણ ભારતના વિકાસ માટે ગંભીરતાથી વિચાર્યું જ નથી. જો ગ્રામીણ ભારતને પ્રધાન્ય મળ્યું હોત તો ખેડૂતોએ આત્મહત્યા ન કરી હોત, ગામડાઓમાં ગરીબી ના હોત.

(11:22 PM IST)