News of Tuesday, 12th November 2024
સંસદના શિયાળુ સત્રમાં વકફ સુધારણા ખરડો પસાર કરી દેવામાં આવશે : અમિતભાઈની ઘોષણા
હાલમાં વકફ બોર્ડ સામાન્ય લોકોની સંપત્તિ પોતાના નામે કરી રહેલ છેઃ ગળહ મંત્રીની ધણધણાટી

નવી દિલ્હી : દેશના આકરા મિજાજના ગળહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે સંસદના આગામી શિયાળુ સત્રમાં વકફ સુધારણા બિલ અધિનિયમ પસાર થઈ જશે. આ માટે જરૂરી મતોની જોગવાઈ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે હાલમાં વકફ બોર્ડ સામાન્ય લોકોની સંપત્તિ પોતાના નામે કરી રહ્યું છે. અમિતભાઈના કહેવા મુજબ વકફ સુધારણા ખરડામાં તમામ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું છે.
આગામી ૨૫ નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર લોકસભામાં વકફ સુધારા બિલ ૨૦૨૪ રજૂ કરી ચૂકી છે અને હવે રાજ્યસભામાં આ ખરડો રજૂ થશે. સચ્ચર કમિટીના રિપોર્ટ આધારિત વકફ સુધારા બિલ ૨૦૨૪ તૈયાર કરવામાં આવ્યું છે. છેલ્લે ૧૯૯૫માં વકફ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. હાલમાં વકફ બોર્ડ અનેક જગ્યાએ સેકડો સંપત્તિ પોતાની હોવાનો દાવો રોજબરોજ કરી રહેલ છે..
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
