તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧, બુધવાર
News of Tuesday, 12th November 2024
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ભાજપ કાર્યકર્તાને ફોટો પડાવવા મારી લાતઃ વિડીયો વાઇરલ

મુંબઇ તા.૧૨: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રાવ સાહેબ દાનવે પાટિલ સાથે જોડાયેલી એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. પાટીલે પાર્ટીના એક કાર્યકરને લાત મારી તેનો વીડિયો પણ સામે આવ્યો છે. પાટીલે એક કાર્યકરને પોતાની ફોટો ફ્રેમમાંથી દૂર રાખવા માટે લાત મારી આઘો કર્યો હતો. વીડિયોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી લાત મારતા દેખાઈ રહ્યા છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ઘટના સોમવારે બની હોવાનું કહેવાય છે. હકીકતમાં દાનવે પાટીલ જાલના વિધાનસભા સીટ પરથી મહાયુતિના ઉમેદવાર અર્જુન ખોટકરને મળવા ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. કાર્યકર્તાનું નામ શેખ હમદ હોવાનું જાણવા મળ્યું છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
