<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

શેરબજારમાં ફરી ભારે અફરાતફરી મચી : આજે એકજ દિવસમાં રોકાણકારોએ રૂ. 5 લાખ કરોડ ગુમાવ્યા : બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં ભારે ઘટાડો

નિફ્ટી અને સેન્સેક્સમાં જોરદાર ઘટાડો નોંધાયો : સેન્સેક્સ 821 પોઈન્ટ ઘટીને 78,675 પર બંધ થયો - જ્યારે નિફ્ટી 258 પોઈન્ટ ઘટીને 23,884 પર બંધ થયો

મુંબઈ : મંગળવારે ફરી એકવાર શેરબજારના બંને સૂચકાંકો લાલ નિશાન તરફ વળ્યા છે. આજનો ટ્રેડિંગ દિવસ ભારે ઉતાર-ચઢાવથી ભરેલો હતો. દિવસના છેલ્લા સત્રમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. શેરબજારમાં આજના ઘટાડા પાછળનું કારણ વિદેશી આઉટફ્લો અને ઓટો, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરનાં નિરાશાજનક ત્રિમાસિક પરિણામો હોવાનું માનવામાં આવે છે.

મંગળવારે, સેન્સેક્સ 821 પોઈન્ટ અથવા 1.03% ઘટીને 78,675 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 258 પોઈન્ટ અથવા 1.07% ઘટીને 23,884 પર બંધ થયો. સેન્સેક્સ પર લિસ્ટેડ 30 કંપનીઓમાંથી 25 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા જ્યારે 5 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. આના કારણે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 5.76 લાખ કરોડ ઘટીને રૂ. 436.78 કરોડ થયું છે.

આજના ટ્રેડિંગમાં, ઇન્ફોસિસના શેર 0.47%ના ઉછાળા સાથે 1,869ના સ્તરે બંધ થયા છે, જ્યારે સન ફાર્માના શેર 0.35%ના ઉછાળા સાથે 1,801ના સ્તરે સ્થિર થયા છે. આ પછી, HCL ટેક 0.30% મજબૂત થઈને 1,873 ના સ્તરે બંધ થયો, જ્યારે RIL 0.13% વધીને 1,274 ના સ્તરે બંધ થયો. છેલ્લે, ICICI બેન્ક 0.11% વધીને 1,271 ના સ્તરે બંધ થયો હતો.

3.13% નો સૌથી મોટો ઘટાડો NTPC માં નોંધાયો હતો, જે 380.30 ના સ્તરે બંધ થયો હતો, જ્યારે HDFC બેંક 2.73% ઘટીને 1,718 ના સ્તરે બંધ થયો હતો. આ પછી એશિયન પેઈન્ટ્સ 2.69% ઘટીને 2,475ના સ્તરે સેટલ થયા હતા, જ્યારે SBI 2.48% ઘટીને 826.70 પર સેટલ થયા હતા. આ સિવાય ટાટા મોટર્સ 2.47% ઘટીને 784.85 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે મારુતિ સુઝુકી 2.26% ઘટીને 11,143 ના સ્તરે સ્થિર થયો હતો.

આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી રિયલ્ટી અને આઈટી સેક્ટર સિવાય તમામ ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે. નિફ્ટી IT 0.05% વધીને 42,610 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી બેન્ક 1.39% ઘટીને 51,158 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી એનર્જી 1.49% ઘટીને 9,079 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ઓટો 1.94% નબળો પડીને 23,269 ના સ્તર પર સેટલ થયો.

 

(5:28 PM IST)