<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

પ્રગતિ મેદાનમાં અંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો ૧૪ નવેમ્બરથી શરૂ

મેળામાં દરેક રાજ્યના પેવેલિયન તૈયાર: રાજ્ય સાથે જોડાયેલ સાંસ્કૃતિક ચિત્ર, મૂર્તિઓ બનાવાઈ

નવીદિલ્હી:દિલ્હીના પ્રગતિ મેદાન (ભારત મંડ્પમમાં) તા.૧૪ નવેમ્બરથી ૧૪ દિવસ માટે અંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાનો શુભારંભ કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સવારે ૧૧-૦૦ કલાકે કરાવશે. મેળામાં દરેક રાજ્યના પેવેલિયન તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય સાથે જોડાયેલ સાંસ્કૃતિક ચિત્ર, મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેથી  દર્શકોને સંબંધિત રાજ્યની ઝલક તેમાં જોવા મળશે. મેળામાં પરિજનો સાથે આવનાર બાળકોને માટે પ્લેન ઝોન પણ બનાવવામાં આવી રહયો છે.

(11:13 PM IST)