News of Wednesday, 13th November 2024
CISFને મળી સૌથી પહેલી મહિલા બટાલિયન : ભરતીની તૈયારીઓ શરૂ
ગૃહ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય

નવી દિલ્હી, તા.૧૩: મહિલાઓને સશક્ત બનાવવા અને રાષ્ટ્રની સુરક્ષામાં તેમની ભાગીદારીના ઉદ્દેશને લઈ કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગળહ મંત્રાલયે સીઆઈએસએફ ને સૌથી પહેલી મહિલા બટાલિયન ફાળવવાનો નિર્ણય લીધો છે, જે મહિલા સશક્તિકરણ મુદ્દે મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. કેન્દ્રીય ગળહ મંત્રાલયે બટાલિયનની મંજૂરી આપી છે, જેથી ભરતીની તૈયારીઓ શરુ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
કેન્દ્રીય ગળહ મંત્રાલયે એક હજારથી વધુ કર્મચારીવાળી સૌથી પહેલી ઓલ વુમન બટાલિયન તૈયાર કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય એરપોર્ટ અને સીઆઈએસએફ જવાનોની વધતી જરુરિયાતોને લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ બટાલિયનમાં અગાઉથી બે લાખ કર્મચારીથી તૈયાર કરવામાં આવશે.
મહિલાઓની બટાલિયન તૈયાર કરવાની સાથે રિઝર્વ બટાલિયનમાં ૧,૦૨૫ મહિલા જવાન હશે, જ્યારે મહિલા બટાલિયનનું નેતળત્વ સિનિયર કમાન્ડન્ટ લેવલના અધિકારી કરશે. સીઆઈએસએફ પહેલાથી દેશની સેવા કરનારી મહિલાઓ માટે સીઆઈએસએફ પસંદગીનો વિકલ્પ છે, જે વર્તમાન બળના સાત ટકાથી વધારે છે. મહિલા બટાલિયનમાં કામ કરનારી યુવા મહિલાઓ માટે આ નિર્ણય પ્રોત્સાહક સાબિત થશે, જેનાથી મહિલાઓને નવી ઓળખ પણ મળશે.
સીઆઈએસએફના હેડ ક્વાર્ટરમાં નવી બટાલિયન બનાવવા માટે તાકીદે નવી ભરતી કરવામાં આવ્યા પછી ટ્રેનિંગ અને પસંદગીની પ્રક્રિયા પૂરી પાડવામાં આવશે. તાલીમ આપીને પણ એક શ્રેષ્ઠ બટાલિયન તૈયાર કરવામાં આવશે, જે ખાસ કરીને વીઆઈપીની સુરક્ષામાં કમાન્ડોની સાથે ઉત્કળષ્ટ બટાલિયન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, તેમને એરપોર્ટ, દિલ્હી મેટ્રો રેલમાં તહેનાત કરવામાં આવશે. અહીં એ જણાવવાનું કે ૫૩મા સીઆઈએસએફ દિવસે કેન્દ્રીય ગળહ મંત્રાલયના નિર્દેશના આધારે કેન્દ્રીય દળોમાં તમામ મહિલા બટાલિયનનું ગઠન કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
