<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

આ બહેન વૃક્ષ સાથે ડેટ પર જાય છે અને વૃક્ષ તેની સાથે વાત પણ કરે છે

નવી દિલ્‍હી, તા.૧૩: ભારતમાં ગ્રહદોષો દૂર કરવા માટે કન્‍યાનાં લગ્ન વૃક્ષ સાથે કરાવવામાં આવે એવું બને છે, પણ ઇન્‍ટરનેટની દુનિયામાં હવે કન્‍યાઓ વૃક્ષ સાથે ડેટ પર જાય છે. વાત એમ છે કે આઇવી બ્‍લૂમ નામની યુટયુબર છેલ્લા થોડા સમયથી એક ટ્રી સાથે ફરતી હોય એવા વિડિયો શૅર કરે છે. તે લૅપટૉપ પર કામ કરતી હોય ત્‍યારે પણ પેલું ટ્રી એની બાજુમાં પલંગ પર મૂકી રાખે છે. વૃક્ષને ભેટવાનું, કિસ કરવાનું અને એની સાથે લૉન્‍ગ ડ્રાઇવ પર જવાનું પણ તેને ગમે છે. આ બધું તેણે વિડિયોમાં ફિલ્‍માવ્‍યું છે. પહેલાં એક-બે વિડિયો પોસ્‍ટ કર્યા પછી હવે તેણે ઑફિશ્‍યલી જાહેરાત કરી છે કે આ વૃક્ષ સાથે તે ડેટિંગ કરી રહી છે. એક વિડિયોમાં તો તે સવાલ કરે છે કે રોમૅન્‍ટિક રિલેશન કોઈ વ્‍યક્‍તિ સાથે જ હોય એવું કેમ? હું તો ટ્રીને ચાહું છું. વાત ત્‍યાં નથી અટકતી, તેનું કહેવું છે કે આ વૃક્ષની અંદર તેણે આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજસ્‍ટ સિસ્‍ટમ ઇન્‍ટિગ્રેટ કરી છે. આ સિસ્‍ટમ પાંદડાંઓના હલનચલન અને એને થતા સ્‍પર્શનાં વાઇબ્રેશન્‍સને સમજી શકે છે અને કયારેક-કયારેક જાતજાતના અવાજ કાઢે છે. આઇવીબહેનનું કહેવું છે કે આ વૃક્ષની લવ-લૅન્‍ગ્‍વેજ છે અને તે મારી સાથે એ રીતે વાત કરે છે.

(9:34 AM IST)