News of Wednesday, 13th November 2024
છ મહિનામાં રૂ.૨૩૬૦૦૦૦૦૦૦૦૦૦૦૦નો બિઝનેસ....સરકારી બેંકોએ કરી કમાલ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જાહેર ક્ષેત્રની બેંકોએ સારો નફો કર્યો છે
પ્રથમ છ મહિનામાં બેંકોનું ટર્નઓવર રૂ. ૨૩૬ લાખ કરોડથી થોડું વધારે હતું : બેન્કોની નોન-પરર્ફોમિંગ એસેટ્સ (NPA)માં પણ ઘટાડો થયો છે

નવી દિલ્હી, તા.૧૩: જાહેર ક્ષેત્રની બેંકોએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં માત્ર સારો બિઝનેસ કર્યો નથી પરંતુ સારો નફો પણ કર્યો છે. નાણા મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોના ચોખ્ખા નફામાં ૨૬્રુનો વધારો થયો છે. આ ઉપરાંત, તેમના વ્યવસાયને વેગ મળ્યો છે અને નોન-પર્ર્ફોમિંગ એસેટ્સ (NPA)માં પણ ઘટાડો થયો છે. મંત્રાલયે કહ્યું કે નિયમિત દેખરેખને કારણે બેંકોની કામગીરીમાં સુધારો થયો છે.
એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન જાહેર ક્ષેત્રની ૧૨ બેંકોનો કુલ બિઝનેસ રૂ. ૨૩૬.૦૪ લાખ કરોડ હતો. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં ૧૧ ટકા વધુ છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, આ બેંકોનો ક્રેડિટ પોર્ટફોલિયો ૧૨.૯% વધીને રૂ. ૧૦૨.૨૯ લાખ કરોડ અને ડિપોઝિટ પોર્ટફોલિયો ૯.૫% વધીને રૂ. ૧૩૩.૭૫ લાખ કરોડ થયો છે.
MTNL એ બેંક ઓફ ઈન્ડિયાને ૧૦૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા નથી, જ્યારે સરકાર માલિક છે તો કંપની શા માટે વારંવાર ડિફોલ્ટ કરી રહી છે?
ઓપરેટિંગ નફો એક વર્ષ અગાઉની સરખામણીમાં ૧૪.૪% વધીને રૂ. ૧૫૦૦૨૩ કરોડ થયો છે. ચોખ્ખો નફો ૨૫.૬% વધીને રૂ. ૮૫,૫૨૦ કરોડ થયો છે. ગ્રોસ એનપીએ ઘટીને ૩.૧૨% પર આવી. જેમાં ૧૦૮ બેસિસ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, નેટ એનપીએ એક વર્ષ અગાઉની સરખામણીમાં ૩૪ બેસિસ પોઈન્ટ ઘટીને ૦.૬૩% થઈ છે.
કઈ બેંકે કેટલો નફો કર્યો?
પંજાબ નેશનલ બેંકે સૌથી વધુ નફો કર્યો છે. આ બેંકનો ચોખ્ખો નફો ૧૪૫% વધીને રૂ. ૪,૩૦૩ કરોડ થયો છે. કેનેરા બેંકે રૂ. ૪,૦૧૪ કરોડના ચોખ્ખા નફા સાથે ૧૧ ટકાની સૌથી ઓછી વળદ્ધિ નોંધાવી હતી. જાહેર ક્ષેત્રના તમામ ધિરાણકર્તાઓમાં બેંક ઓફ બરોડાનો બીજો સૌથી વધુ ચોખ્ખો નફો (રૂ. ૫,૨૩૭ કરોડ) હતો.
GST કાઉન્સિલની બેઠક ૨૧-૨૨ ડિસેમ્બરે રાજસ્થાનમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાશે. આ દરમિયાન તે આગામી બજેટને લઈને રાજ્યોના નાણા મંત્રીઓ સાથે પણ સલાહ લઈ શકે છે. આ બેઠકમાં, કાઉન્સિલ સ્વાસ્થ્ય અને જીવન વીમા પર GST નાબૂદ કરવાનો અથવા દર ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
