<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

અમેરિકન સરકારમાં ઈલોન મસ્‍ક અને રામાસ્‍વામીને મળી મોટી જવાબદારી

ટ્રમ્‍પે સરકારને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે અત્‍યારથીજ ઘણા મહત્‍વપૂર્ણ નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું

વોશીંગ્‍ટન, તા.૧૩: અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વર્ષ ૨૦૨૫માં ૨૦ જાન્‍યુઆરીએ ફરી એકવાર -મુખ તરીકે શપથ લેશે. તેમણે પોતાની સરકારને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે અત્‍યારથીજ ઘણા મહત્‍વપૂર્ણ નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. આ મામલે ટ્રમ્‍પે ઈલોન મસ્‍ક અને ભારતીય મૂળના વિવેક રામાસ્‍વામીને ડિપાર્ટમેન્‍ટ ઓફ ગવર્નમેન્‍ટ એફિશિયન્‍સી (DoGE)ની જવાબદારી સોંપી છે.

ડિપાર્ટમેન્‍ટ ઓફ ગવર્નમેન્‍ટ એફિશિયન્‍સી (DoGE) નો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સરકારી કામગીરીમાં સુધારો કરવાનો, અમલદારશાહીમાં ઘટાડો કરવાનો અને ફેડરલ એજન્‍સીઓના માળખામાં ફેરફાર કરવાનો છે. ટ્રમ્‍પના જણાવ્‍યા અનુસાર, આ વિભાગ સરકારી સંસાધનોનો દુરુપયોગ રોકવા, બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને બિનજરૂરી નિયમોને દૂર કરવા માટે કામ કરશે. ટ્રમ્‍પે આ નિર્ણયને તેમના ૅસેવ અમેરિકા મૂવમેન્‍ટૅ નો એક મહત્‍વપૂર્ણ ભાગ ગણાવ્‍યો છે અને કહ્યું કે આ સંભવિત રીતે અમારા સમયનો ‘મેનહેટ્ટન પ્રોજેક્‍ટ' બની શકે છે.

ટેસ્‍લા અને સ્‍પેસએક્‍સના વડા ઈલોન મસ્‍ક અને ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્‍વામીને ઝંઞ્‍ચ્‍ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. પોતાની નવીન અને અસરકારક વિચારસરણી માટે જાણીતા ઈલોન મસ્‍ક આ વિભાગમાં ટેકનોલોજી અને ટેકનોલોજી આધારિત સુધારા પર કામ કરશે, જેથી સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી શકાય. સ્‍વચ્‍છ વિચારો અને વ્‍યવસાય કૌશલ્‍ય માટે જાણીતા, વિવેક રામાસ્‍વામી સરકારી ખર્ચમાં કાપ મૂકવા અને એજન્‍સીઓનું પુનર્ગઠન કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે.

(10:07 AM IST)