News of Wednesday, 13th November 2024
પ્રેમીઓ એકબીજાને આલિંગન કરે અને ચૂંબન કરે તે કોઈ ગુનો નથી : હાઈકોર્ટનો ચુકાદો
એક રેપ કેસને રદ કરી દેતાં મદ્રાસ હાઈકોર્ટે પ્રેમીઓને લઈને એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો

ચેન્નાઇ, તા.૧૩: પ્રેમીઓનું જાહેરમાં એકબીજાને ગળે ભેટવું અને ચૂંબન સમાજને ઝાળ લગાડી જતું હોય છે. પ્રેમીઓનું આવું કામ કોઈને ગમતું હોતું નથી અને લોકો તેને અનૈતિક માનતાં હોય છે પરંતુ હવે હાઈકોર્ટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું છે.
એક શખ્સ સામેનો રેપ કેસ રદ્દ કરી દેતાં મદ્રાસ હાઈકોર્ટે એવો ચુકાદો જાહેર કર્યો કે પ્રેમમાં પડેલાં યુવક અને યુવતી વચ્ચે આલિંગન અને ચુંબન એ સ્વાભાવિક બાબત છે. તાજેતરમાં જ એક અરજી પર સુનાવણી કરી રહેલી હાઈકોર્ટે જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા એક યુવકને રાહત આપી છે. અરજીની સુનાવણી કરી રહેલા જસ્ટીસ આનંદ વેંકટેશે કહ્યું, આઈપીસીની કલમ ૩૫૪-એ (૧) (i) હેઠળના અપરાધ માટે, પુરુષ તરફથી શારીરિક સંપર્ક જરૂરી છે, જે અસ્વીકાર્ય છે અને તેમાં સ્પષ્ટ જાતીય પ્રવળત્તિઓ શામેલ છે. કિશોરાવસ્થા દરમિયાન, પ્રેમ સંબંધ ધરાવતા બે વ્યક્તિઓ વચ્ચે આલિંગન અથવા ચુંબન થવું સ્વાભાવિક છે. કોઈપણ રીતે આ IPCની કલમ ૩૫૪-ખ્(૧)(i) હેઠળ ગુનો ન હોઈ શકે.
ફરિયાદી સાથે પ્રેમ સંબંધ ધરાવતા અરજદારે તેને ૧૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ એક જગ્યાએ બોલાવી હતી. આરોપ લગાવવામાં આવ્યો હતો કે જ્યારે બંને વાત કરી રહ્યા હતા ત્યારે અરજદારે ફરિયાદીને ગળે લગાડીને ચુંબન કર્યું હતું. ફરિયાદીએ તેના માતાપ્રપિતાને આ વિશે જાણ કરી અને અરજદારને લગ્ન માટે કહ્યું. જ્યારે અરજદારે લગ્ન કરવાનો ઇનકાર કર્યો અને તેનાથી દૂર રહેવા લાગ્યો હતો જે પછી યુવતીએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે કહ્યું કે એફઆઈઆરમાં નોંધાયેલા આરોપોને સાચા તરીકે સ્વીકારવામાં આવે તો પણ અરજદાર સામે કોઈ ગુનો બનતો નથી. આવી સ્થિતિમાં તેમની સામે કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
