<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

દિલ્હીમાં હવા બની સતત ઝેરી જહાંગીરપૂરીમાં એકયુઆઈ ૯૯૯ એ પહોંચ્યો: શ્વાસ લેવાનું દુષ્કર

નવી દિલ્હી: છેલ્લા બે અઠવાડિયાથી શ્વાસ રૂંધતી હવા સ્વાસમાં લઈ રહેલ પાટનગર દિલ્હીમાં આજે સવારે બુધવારે કેટલાય વિસ્તારો રેડ ઝોનમાં આવી ગયા હતા, તો મંગળવારે લગભગ ૨૯ વિસ્તારો રેડ ઝોનમાં હતા.

એક્યુઆઈસીએન ના કહેવા મુજબ આજે સવારે ૭ વાગ્યે દિલ્હીના જહાંગીર પૂરીમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ ૯૯૯ નોંધાયો હતો. અહીં ઉપરાંત એનસીઆરના કેટલાય વિસ્તારો રેડ ઝોનમાં રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મંગળવારે આ બધી જગ્યાઓનો એક્યુઆઈ - એર ક્વોલીટી ઇન્ડેક્સ ૩૦૦ થી ઉપર એટલે કે બહુ જ ખરાબ શ્રેણીમાં નોંધાયો હતો..

પાટનગરના આઠ વિસ્તારો એવા હતા જ્યાંનો એકયુઆઈ ૨૦૦ થી ૩૦૦ ની વચ્ચે એટલે કે ખરાબ શ્રેણીમાં હતો. તો બે વિસ્તારો એવા પણ હતા જ્યાંની હવા અપેક્ષા કૃત ચોખ્ખી રહી હતી ત્યાં એકયુઆઇ ૨૦૦ થી નીચે એટલે કે મધ્યમ શ્રેણીમાં નોંધાયો હતો.

(11:37 AM IST)