<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

લોરેન્‍સ બિસ્‍નોઇ, નિરજ બવાનીયા, કાલા જથેડી, હાસીમ બાબા સહિતના ડઝનથી વધુ ગેંગસ્‍ટરોના આશ્રયસ્‍થાનો ઉપર દિલ્‍હી પોલીસના દરોડા

નવી દિલ્‍હી, તા,. ૧૩: દિલ્‍હી પોલીસે રાત આખી ગેંગસ્‍ટરોના આશ્રયસ્‍થાનો ઉપર દરોડા પાડી કેટલાક બદમાશોને અટકાયતમાં લઇ પુછપરછ હાથ ધરી છે.

રાષ્‍ટ્રીય રાજધાની દિલ્‍હીમાં લોરેન્‍સ બિસ્‍નોઇ અને તેની સાથે જોડાયેલી ગેંગોના ઠેકાણા ઉપર દરોડાનો દોર ચલાવવામાં આવ્‍યો હતો.સુત્રોના જણાવ્‍યા મુજબ લોરેન્‍સ બિસ્‍નોઇ, કૌશલ ચૌધરી, હિમાંશુ ભાઉ ગેંગ, કાલા જથેડી, હાસીમ બાબા, છેનૂ ગેંગ, ગોગી ગેંગ, નિરજ બવાનીયા, ટીલ્લુ,  તાજપુરીયા ગેંગ સાથે જોડાયેલા એકટીવ અને વોન્‍ટેડ બદમાશોને શોધી કાઢવા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે.

પોલીસે દરોડા પહેલા માહિતી મેળવી હતી. ત્‍યાર બાદ પુરી તૈયારી સાથે દિલ્‍હીના આસપાસના વિસ્‍તારો જેવા દ્વારકા, નોર્થ ઇસ્‍ટ દિલ્‍હી, નરેલા, કંજાવલા અને સંગમ વિહાર જેવા વિસ્‍તારોમાં સ્‍પેશ્‍યલ સેલ, ક્રાઇમ બ્રાન્‍ચ અને જીલ્લાની સ્‍પેશ્‍યલ ટાસ્‍ક ફોર્સ અને લોકલ પોલીસ સ્‍ટેશનોની ટુકડીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્‍યા હતા.

(1:56 PM IST)