<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

શેરબજાર ઉપર મંદીનું ‘‘બુલડોઝર'' ફરી વળ્‍યું : સ્‍મોલ કેપ શેર્સનો કચ્‍ચરઘાણ : સતત પાંચમાં દિવસે બજાર ધ્‍વસ્‍ત

શેરબજારમાં ‘‘હોળી''નો માહોલઃ ર.૧પ કલાકે સેન્‍સેકસ ૬૦૮ તો નીફટી ર૧પ પોઇન્‍ટ ડાઉન : સ્‍મોલકેપ ઇન્‍ડેક્ષ ૧ર૪૩ પોઇન્‍ટ એટલે કે ર.૩ર% ડાઉન : ૯પ ટકા સ્‍મોલકેપ શેર્સ કડડડભૂસ

મુંબઇ, તા. ૧ર :  શેરબજારમાં દિવાળી નહિ પણ ‘‘હૈયાની હોળી'' જેવો માહોલ છે. બજાર સતત તુટતા રોકાણકારોના શ્વાસ અધ્‍ધર થઇ ગયા છે. આજે સતત પાંચમાં દિવસે બજાર તુટયું છે આ લખાય છે ત્‍યારે સેન્‍સેકસ ૬૦૮ પોઇન્‍ટ ઘટીને ૭૮૦૬૬ તો નીફટી ર૧પ પોઇન્‍ટ ઘટીને ર૩૬૬૮ ઉપર છે. આજે સ્‍મોલકેપ શેર્સમાં કડાકો બોલી ગયો છે. તેઓ ઇન્‍ડેક્ષ ૧ર૪૩ પોઇન્‍ટ તુટયોછે એટલે કે ર.૩ર% તુટયો છે. જયારે મીડકેપના ૧.૯૦% શેર્સ તુટયા છે.

શેરબજારમાં સળંગ પાંચમા દિવસે મંદીનુ જોર રહ્યું છે. સાર્વત્રિક ધોરણે મોટાપાયે કરેક્‍શનના પગલે સેન્‍સેક્‍સ અને નિફ્‌ટી કડડભૂસ થયા છે. તેમાં રિટેલ રોકાણકારોને નીચી કિંમતે ટ્રેડિંગ માટે આકર્ષિત કરતાં એવા સ્‍મોલકેપ શેર્સમાં તોતિંગ ઘટાડો નોંધાતા સસ્‍તો માલ રસ્‍તા પર આવી ગયો છે.

બીએસઈ સ્‍મોલકેપ ઈન્‍ડેક્‍સમાં સામેલ કુલ ૯૪૫ શેર્સ પૈકી આજે ૮૭૯ શેર્સમાં ૨૦ ટકા સુધીનું ગાબડું નોંધાયું છે. જ્‍યારે માત્ર ૬૪ શેર્સ ૮ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.

રિયાલ્‍ટી સેગમેન્‍ટમાં નબળા ત્રિમાસિક પરિણામો, તેમજ મોંઘવારીમાં વળદ્ધિ નોંધાતા માર્કેટ નેગેટિવ રહેવાની શકયતાઓ સાથે શેર્સ કડડભૂસ થયા હતા. રિયાલ્‍ટી સેગમેન્‍ટની લગભગ તમામ સ્‍ક્રિપ્‍સ ૪ ટકાથી વધુ તૂટી હતી. પરિણામે ઈન્‍ડેક્‍સ ૨.૬૦ ટકાથી વધુ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય ઓઈલ એન્‍ડ ગેસ, પાવર, પીએસયુ શેર્સમાં પણ ગાબડું નોંધાયું છે

સેન્‍સેક્‍સ આજે નેગેટિવ ઝોનમાં ખૂલ્‍યા બાદ બપોરના ટ્રેડિંગ સેશનાં ૬૦૦ પોઈન્‍ટથી વધુ તૂટયો હતો. ૨.૨૨ વાગ્‍યે ૭૮૦૬૬ .૬૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્‍સેક્‍સ પેકની ૬ સિવાય તમામ ૨૪ સ્‍ક્રિપ્‍સમાં મોટાપાયે કરેક્‍શન નોંધાયું છે. નિફ્‌ટી ૨૧૫ પોઈન્‍ટ તૂટી ૨૩૬૬૮ .૩૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે ટ્રેડેડ ૩૯૭૩ શેર્સ પૈકી ૬૮૬ શેર્સમાં સુધારો અને ૩૧૭૨ શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. ૧૪૦ શેર્સ વર્ષની ટોચે, ૧૩૫ શેર્સ વર્ષના તળિયે જ્‍યારે ૧૮૭ શેર્સમાં અપર સર્કિટ અને ૪૪૬ શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. રોકાણકારોના આજે વધુ ૪.૩૯ લાખ કરોડ ડૂબ્‍યા છે.

(3:15 PM IST)