News of Wednesday, 13th November 2024
સ્વિગીના ૫૦૦ કર્મચારીઓ બની ગયા કરોડપતિ સ્ટોક ઓનરશિપના કારણે કરોડપતિ કલબમાં સામેલ

મુંબઇ, તા.૧૩: ભારતની જાણીતી ફૂડ ડિલિવરી કંપની સ્વિગી (Swiggy)એ બુધવારે ભારતીય સ્ટોક માર્કેટમાં પદાર્પણ કર્યું છે. સ્વિગીની IPO પ્રાઈસ ૩૯૦ રૂપિયા હતી અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર સ્વિગીનો સ્ટોક ૪૨૦ રૂપિયા પર ખુલ્યો હતો. આમ સ્વિગીના શેર્સનું આઠ ટકાનાપ્રીમિયમે લિસ્ટિંગ થયું છે. જોકે, તેની સાથે સાથે સ્વિગીના ૫૦૦ જેટલા કર્મચારીઓ પણ કંપનીમાં તેમની સ્ટોક ઓનરશિપના કારણે કરોડપતિ ક્લબમાં સામેલ થઈ જશે. ભારતીય સ્ટાર્ટઅપ સેક્ટરમાં સૌથી મોટી વેલ્થપ્રક્રિયેશન ઘટનાઓ પૈકીની એક તરીકે ઓળખાતી સ્વિગીનો IPO એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્લાન (ESOP) દ્વારા ૮,૬૯૦કરોડ રૂપિયાની વિન્ડફોલ બનાવવા માટે તૈયાર છે જેનાથી ૫,૦૦૦ વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓને લાભ કરશે. બેંગલુરુ સ્થિત સ્વિગીએ ESOPs દ્વારા તેના કર્મચારીઓને ૫૦૦ કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે.
અગાઉ ઈ-કોમર્સ જાયન્ટ ફિ્લપકાર્ટે આ પ્રકારનો લિક્વિડેશન માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. વોલમાર્ટના ટેકઓવર બાદ ફિ્લપકાર્ટના કર્મચારીઓએ ૨૦૨૩માં નોંધપાત્ર ૭૦૦ મિલિયન ડોલરની ESOP બાયબેક સ્કીમમાં ભાગ લીધો હતો. આ પ્રોગ્રામે અંદાજે ૨૦,૦૦૦ સ્ટાફ સભ્યોને સ્ટોક વળતર દ્વારા નોંધપાત્ર નાણાકીય તક ઓફર કરી હતી.
સ્વિગીના IPOમાં રોકાણકારો દ્વારા જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને તે ૩.૫ ગણો ભરાયો હતો. સ્વિગીનો IPO૧૧,૩૨૭ કરોડ રૂપિયાનો છે જે આ વર્ષે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થનારો બીજો સૌથી મોટો IPOછે. આ વર્ષનો સૌથી મોટો IPO હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો હતો જેની કિંમત ૨૭,૮૭૯ કરોડ રૂપિયા હતી. જ્યારે ટેક્રોલોજી કંપની તરીકે Paytળ બાદ આ સૌથી મોટો IPOછે. Paytmનો IPO ૨૦૧૯માં આવ્યો હતો. સ્વિગીએ પોતાના IPOની પ્રાઈસ બેન્ડ ૩૭૧પ્ર૩૯૦ પ્રતિ શેર રાખી હતી અને તે આઠ ટકાના પ્રીમિયમ સાથે ૪૨૦ રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થયો હતો.
Nasdaq લિસ્ટેડ SaaS કંપની Freshworks એ ૨૦૨૧માં તેના કર્મચારીઓ માટે નોંધપાત્ર વેલ્થ ક્રિયેશન કર્યું હતું. જેમાં ૫૦૦ સ્ટાફ સભ્યો કરોડપતિ બન્યા હતા. કંપનીના સ્થાપક ગિરીશ માથરુબૂથમે જણાવ્યું હતું કે આ નવા કરોડપતિઓમાં ૭૦ કર્મચારીઓની ઉંમર ૩૦ વર્ષથી ઓછી છે.(
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
