<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

વાળંદે માલિશ કરતાં-કરતાં ગરદન મરોડી અને ગ્રાહકને માર્યો લકવો : સાવધાન રહેજો !

નવી દિલ્‍હી, તા.૧૩: દેશમાં હેરકટ બાદ નેક ક્રેક એટલે કે ગરદનને ઝટકો આપીને મસાજ કરાવવી સામાન્‍ય વાત છે. લોકો સલૂન જાય છે અને થાક ઓછો કરવા માટે વાળંદથી માથા-ખભા અને ગરદનની મસાજ પણ કરાવે છે. જો તમે પણ આવું કરાવો છો તો સતર્ક થઈ જજો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાળંદ કસ્‍ટમર મસાજ દરમિયાન નેક ક્રેક કરે છે અને કસ્‍ટમરને ત્‍યાં ખુરશી પર બેઠા-બેઠા જ લકવો મારી જાય છે.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક વ્‍યક્‍તિ સલૂનમાં બેઠો છે. વાળંદ પહેલા તેના માથા પર મસાજ કરે છે પછી ખભો દબાવે છે. તે બાદ ગરદનને ઝટકાથી પહેલા જમણી બાજુ ફરાવે છે, જેની પર વ્‍યક્‍તિ દુખાવો થયો હોવાનો ઈશારો કરે છે. તેના ચહેરા પર પણ દુખાવાનો અનુભવ નજર આવે છે.

ત્‍યારે વાળંદ ગ્રાહકની ગરદનને ઝટકો આપીને ડાબી બાજુ ફરાવે છે. ગ્રાહકને ખુરશી પર બેઠા-બેઠા જ લકવો મારી જાય છે. તે ખુરશીની નીચે તરફ ખસવા લાગે છે તો વાળંદ તેને પાણી પીવડાવવાનો પ્રયત્‍ન કરે છે. સલૂનમાં વાળંદ સિવાય એક અન્‍ય વ્‍યક્‍તિ નજર આવી રહ્યો છે.

મસાજ કરાવતાં જ લકવો મારવાના વીડિયોમાં નજર આવી રહેલી આ ઘટના કયાંની છે, જે વ્‍યક્‍તિને લકવો મારી જાય છે તે કોણ અને કયાંનો છે, હજુ સુધી આની જાણકારી મળી શકી નથી.

(3:41 PM IST)