News of Wednesday, 13th November 2024
વાયનાડમાં બપોર સુધીમાં અંદાજે ૫૫ ટકા મતદાન : મતદારોમાં ભારે ઉત્સાહ
પ્રિયંકા ગાંધીએ મતદાન મથકની મુલાકાત લીધી : મતદાન કરવાની અપીલ કરી : દેશના ૧૦ રાજયોની ૩૧ વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન

વાયનાડ, તા.૧૩: બિહાર, બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આસામ સહિત દેશના ૧૦ રાજ્યોની ૩૧ વિધાનસભા સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. કેરળમાં વાયનાડ લોકસભા સીટ અને ચેલાક્કારા વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી યોજાઈ. બંને બેઠકો માટે મતદાન ચાલૂ છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસ સામે ચૂંટણી લડી રહ્યા છે. મતદાનની શરૂઆત પહેલા તેમણે કહ્યું, વાયનાડના લોકોને એવા વ્યક્તિની જરૂર છે જે તેમની સાથે પાયાના સ્તરે કામ કરી શકે અને જે સંસદમાં તેમના મુદ્દા ઉઠાવી શકે અને ઉકેલ શોધી શકે. આ વખતે કોંગ્રેસ કિટ, પૈસા, દારૂ આપશે. તેઓ બધુ આપીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે કોંગ્રેસ માટે ડર છે કે તેઓ આ ચૂંટણી હારી જશે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડમાં મતદાન મથકની મુલાકાત લીધી. હાલમાં કેરળના વાયનાડ લોકસભા ક્ષેત્રમાં મતદાન ચાલી રહ્યું છે. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)એ આ સીટ પરથી સત્યન મોકેરીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે.
વાયનાડમાં વોટિંગ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ વાયનાડના લોકોને આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરે છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, મારી આશા છે કે વાયનાડના લોકો મને તેમના પ્રેમ અને તોહનું વળતર આપવા અને તેમના માટે કામ કરવાની અને તેમના પ્રતિનિધિ બનવાની તક આપશે. મને આશા છે કે દરેક તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરશે અને મતદાન કરશે.
આજે સવારે પ્રિયંકા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, કળપા કરીને આજે મતદાન કરો, આ તમારો દિવસ છે, આ તમારા માટે તમારી પસંદગી કરવાનો અને આપણા બંધારણ દ્વારા તમને આપવામાં આવેલી સૌથી મોટી શક્તિનો ઉપયોગ કરવાનો દિવસ છે. ચાલો આપણે બધા નિર્માણ કરીએ. વધુ સારું ભવિષ્ય!.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
