<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

દિલ્‍હી એનસીઆરમાં સીઝનની પહેલી ઝાકળ

૧૦ રાજયોમાં ગાઢ ધૂમ્‍મસની ચેતવણીઃ ૬ રાજયોમાં વરસાદની આગાહી

નવી દિલ્‍હીઃ છેવટે એનસીઆરમાં ઠંડી આવી ગઇ છે. રાજધાની અને તેની નજીકના નોઇડામાં આજે સીઝનની પહેલી ઝાકળ છવાઇ હતી. સવારે લોકો જયારે ઘરેથી નિકળ્‍યા તો તેમને ઠંડીનો અનુભવ થયો કોલ્‍ડવેવ પણ ચાલી રહયું છે. અને વીઝબીલીટી  પણ બહુ ઓછી છે. સમગ્ર ઉતર ભારતમાં ગાઢ ધૂમ્‍મસ છવાવા લાગ્‍યું છે. કયાંક ઠંડી હવાઓ પણ ચાલી રહી છે. તો જમ્‍મુ કાશ્‍મીરના ગુરેજ વેલી, ગુલમર્ગમાં પહાડો પર બરફની ચાદર છવાઇ ગઇ છે. ૧૫ નવેમ્‍બર પછી હિમાચલ અને ઉતરાખંડમાં પણ હિમવર્ષા  થઇ શકે છે. હવામાન વિભાગે ૧૭ નવેમ્‍બર સુધી યુપી સહિત ૬ રાજયોમાં વરસાદનું યેલો એલર્ટ પણ આપેલ છે.  હવામાન વિભાગ અનુસાર ઉતર પ્રદેશમાં છેલ્લા ૫ દિવસ વરસાદની શકયતા છે.

(4:02 PM IST)