<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

સોનાના ભાવમાં એક મહિનાના નીચા સ્તરેથી ટેકો :ચાંદીના ભાવમાં રૂપિયા 1,200નો ઉછાળો

સોનાનો ડિસેમ્બરનો વાદયો રૂપિયા 204 એટલે કે 0.27 ટકા વધીને રૂપિયા 75,105 રહ્યા . જ્યારે સિલ્વરનો ડિસેમ્બરનો વાયદો રૂપિયા 760 વધી રૂપિયા 90,087 રહ્યા

નવી દિલ્હી : વૈશ્વિક સંકેતો વચ્ચે સોનામાં એકંદરે મિશ્ર હવામાન રહ્યું છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવ વધુ રૂપિયા 50 ગગડીને 77,750ની છેલ્લા ચાર સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. જોકે ચાંદીના ભાવમાં રૂપિયા 1,200નો ઉછાળો આવ્યો છે. દિલ્હીખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,200 વધીને રૂપિયા 92,500 રહ્યા છે.

દરમિયાન મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે સોનાનો ડિસેમ્બરનો વાદયો રૂપિયા 204 એટલે કે 0.27 ટકા વધીને રૂપિયા 75,105 રહ્યા છે. જ્યારે સિલ્વરનો ડિસેમ્બરનો વાયદો રૂપિયા 760 વધી રૂપિયા 90,087 રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ 8 ડોલર એટલે કે 0.31 ટકા વધી 2,614.30 રહ્યા છે જ્યારે ચાંદી ઔંસદીઠ ભાવ 31.08 ડોલર રહ્યા છે.

અમદાવાદ ખાસે ચાંદીનો ભાવ રૂપિયા 2000 વધી રૂપિયા 91,500 રહી છે. જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 200 વધી રૂપિયા 77,800 અને અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 200 વધી રૂપિયા 77,600 રહ્યા હતા.

(7:15 PM IST)