<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 24 કલાકમાં બીજી અથડામણ

કાશ્મીરમાં ધુસણખોરી કરનારા આતંકવાદીઓ આ વિસ્તારનો ઉપયોગ બાંદીપોરા, સોપોર, ગાંદરબલ અને શ્રીનગર થઈને દક્ષિણ કાશ્મીર પહોંચવા માટે કરે છે.

શ્રીનગર. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના બડીમાર્ગ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના અહેવાલ છે. આ પહેલા મંગળવારે ઉત્તર કાશ્મીરમાં એલઓસીને અડીને આવેલા કુપવાડા જિલ્લામાં જવાનોએ ત્રણથી ચાર આતંકીઓને ઘેરી લીધા હતા.

  કુપવાડાના નાગમર્ગમાં એન્કાઉન્ટર ચાલુ રહ્યું. આ વિસ્તાર બાંદીપોરા જિલ્લાને અડીને આવેલો છે અને આ સિવાય આ વિસ્તાર LOC સાથે પણ જોડાયેલો છે. કાશ્મીરમાં ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ આ વિસ્તારનો ઉપયોગ બાંદીપોરા, સોપોર, ગાંદરબલ અને શ્રીનગર થઈને દક્ષિણ કાશ્મીર પહોંચવા માટે કરે છે.

    સુરક્ષા દળોએ આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન શરૂ કર્યું છે સૂત્રોએ જણાવ્યું કે નાગમર્ગમાં આતંકવાદીઓ જોવા મળ્યાની સૂચના પર સુરક્ષા દળોએ વહેલી સવારે ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓ ઉંચાઈ પર ઘનઘોર વૃક્ષોની આડમાં છુપાયેલા છે. તેમને ઘેરવા માટે, સુરક્ષા દળોની એક ટુકડી કુપવાડાથી અને બીજી ટુકડી બાંદીપોરા જિલ્લાના રૂબાંદીપોર વિસ્તારમાંથી રવાના થઈ.

   તેને ઘેરામાં ફસાયેલો જોઈને આતંકીઓએ ગોળીબાર કર્યો. જવાનોએ પણ પોતાને બચાવવા માટે વળતો ગોળીબાર કર્યો હતો. બંને તરફથી લગભગ એક કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો.

(7:37 PM IST)