<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ડ્રોનના ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક હબ બનવાનું ભારતનું લક્ષ્ય : રાજનાથ સિંહ

સંરક્ષણમંત્રીએ કહ્યું - દેશ સામે ઊભા થયેલા ભય અને પડકારો મુજબનો વ્યુહ અને સંરક્ષણ યંત્રણા આપણી પાસે તૈયાર હોવી જોઈએ.

નવીદિલ્હી: મનોહર પરિકર ઇન્સ્ટિટયૂટ ફોર ડિફેન્સ સ્ટડિઝ એન્ડ એનાલિસિસ અંગે યોજાયેલા એક સમારોહને સંબોધિત કરતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, દેશ સામે ઊભા થયેલા ભય અને પડકારો મુજબનો વ્યુહ અને સંરક્ષણ યંત્રણા આપણી પાસે તૈયાર હોવી જોઈએ. આપણે તમામ ભાવી પડકારો માટે સજ્જ રહેવું જોઈએ. આ માત્ર સરહદની સુરક્ષાની વાત નથી, ભાવિ સુરક્ષાની વાત છે. આ બાબત “મેક ઇન ઇન્ડિયા” અને “ આત્મનિર્ભર ભારત” યોજનામાં પણ મહત્વનું યોગદાન છે. ડ્રોન અને સ્વામૅ ટેકનોલોજી યુદ્ધના શસ્ત્રોને મામલે પાયાના ફેરફાર લાવી રહ્યું છે. તેમાં ડ્રોનનું મહત્વ જળ, સ્થળ, અને હવામાં વધી ગયું છે. સુરક્ષાના ઉભા થતાં નવા પડકારોને પહોંચી વળવા ભારત સુરક્ષા ક્ષેત્રે અનુકૂળ ફેરફાર કરવાનો અભિગમ અપનાવી રહ્યું છે. નવી ટેકનોલોજી યુદ્ધ માટેના શસ્ત્રોમાં ધરમૂળથી પરિવર્તનો આવી રહ્યા છે. તેમાં ડ્રોનનું મહત્વ વધી ગયું હોવાથી. ભારત ડ્રોનના ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે.

(9:27 PM IST)