News of Thursday, 14th November 2024
વાર્ષિક ૫૦ લાખ રૂપિયા કમાતા કરદાતાઓની સંખ્યામાં વધારો
૧૦ વર્ષમાં મધ્યમ વર્ગ પર ટેકસનો બોજ ઘટયો

નવી દિલ્હી, તા.૧૪: ઈન્કમ ટેક્સ રિટર્ન અથવા ITR ડેટા અનુસાર, ૨૦૨૩-૨૪માં જે લોકોની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. ૫૦ લાખથી વધુ છે તેમની સંખ્યા વધીને ૯.૩૯ લાખ થઈ ગઈ છે. જે ૨૦૧૩-૧૪ના ૧.૮૫ લાખ કરતાં પાંચ ગણું વધુ છે.
વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકારના ૧૦ વર્ષ દરમિયાન વાર્ષિક ૨૦ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકો પર એટલે કે મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજ ઓછો થયો છે. તેમજ ૫૦ લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકો પર ટેક્સનો બોજ વધ્યો છે.
ઈન્કમ ટેક્સ રિટર્ન અથવા ત્વ્ય્ ડેટા અનુસાર, ૨૦૨૩-૨૪માં જે લોકોની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. ૫૦ લાખથી વધુ છે તેમની સંખ્યા વધીને ૯.૩૯ લાખ થઈ ગઈ છે. જે ૨૦૧૩-૧૪ના ૧.૮૫ લાખ કરતાં પાંચ ગણું વધુ છે. ઉપરાંત, આ કરદાતાઓની આવકવેરાની જવાબદારી ૨૦૧૪માં રૂ. ૨.૫૨ લાખ કરોડથી ત્રણ ગણી વધીને ૨૦૨૪માં રૂ. ૯.૬૨ લાખ કરોડ થવાની ધારણા છે.
એક સૂત્રએ જણાવ્યું કે, વાર્ષિક રૂ. ૫૦ લાખથી વધુની કમાણી કરનારાઓ પાસેથી ૭૬ ટકા આવકવેરો વસૂલવામાં આવે છે. તેનાથી મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજ ઓછો થયો છે. વધુમાં, સરકાર દ્વારા અમલમાં આવેલા મજબૂત એન્ટી-ટેક્સ ચોરી અને કાળા નાણાં વિરોધી કાયદાઓને કારણે રૂ. ૫૦ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા ત્વ્ય્ ફાઈલ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે.
૨૦૨૩-૨૪માં ૨.૫ થી ૭ લાખ રૂપિયાની વચ્ચેની કમાણી કરનારાઓની આવકવેરાની જવાબદારી સરેરાશ ૪૩,૦૦૦ રૂપિયા હતી. આ તેમની આવકના લગભગ ૪-૫ ટકા છે. આ આંકડો ઉભરતી અર્થવ્યવસ્થાઓ કરતા ઘણો ઓછો છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
