તા. ૧૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૮ શુક્રવાર
News of Thursday, 14th November 2024
જમ્મુ-કાશ્મીરમાં દરરોજ નોંધાય છે બે દર્દીઓ : એક વર્ષમાં ૭૩ર મહિલાઓ સ્તન કેન્સર સામે હારી

(સુરેશ દુગ્ગર દ્વારા)જમ્મુ, તા.૧૪: જમ્મુ કાશ્મીરમાં કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે એટલું જ નહીં સ્તન કેન્સરથી પણ જમ્મુ કાશ્મીર બાકાત નથી. જમ્મુ કાશ્મીરમાં દર વર્ષે ૧૨ હજારથી વધુ કેન્સરના કેસ સામને આવી રહ્યા છે અને ૭૦૦થી વધુ મહિલાઓ જમ્મુ કાશ્મીરમાં દર વર્ષે સ્તન કેન્સર સામેની લડાઈ હારી રહી છે.
ફક્ત અનંત નાગમાં જ રેડીએશન ઓનકોલોજી વિભાગે છેલ્લા કેટલાક વર્ષોમાં ૧૬૦૦ થી વધુ કેન્સર રોગીઓને નોંધ્યા છે જે જમ્મુ કાશ્મીરમાં કેન્સરના કેસોની ચિંતાજનક વળદ્ધિ દર્શાવે છે. નવીનતમ આંકડાઓ મુજબ જમ્મુ કાશ્મીરમાં દરરોજ લગભગ બે મહિલા દર્દીઓ ખતરનાક સી શબ્દના કારણે દમ તોડી રહી છે અને -ત્યેક સંખ્યાની પાછળ પરિવારો પણ બરબાદ થઈ રહ્યા છે.
તેવામાં સાયના પોતાની બહેન અને કાકાના દીકરા ભાઈ ની હારના સંઘર્ષ ને યાદ કરીને કાપી ઊઠે છે. તેના વાળ ખરી ચૂકયા હતા તેનું દર્દ આંખોથી છલકાઈ રહ્યું હતું. ત્યારે પરિવારના અન્ય સભ્યો તેને આસ્વત કરવાની કોશિશ કરી રહ્યા હતા. મોતને નજીકથી જોયા બાદ તે સતત ડરમાં રહે છે. તેની વાર્ષિક મેમોગ્રાફ રિપોર્ટ ની ચિંતા તેના પરિવારજનો માટે પણ તકલીફ ઊભી કરી રહી છે.
સરકારી આંકડાઓથી માલુમ પડ્યું છે કે ગત વર્ષ એટલે કે ૨૦૨૩માં જમ્મુ કાશ્મીરમાં ૭૩૨ મહિલાઓના સ્તન કેન્સર થી મોત થયા હતા. તેનો અર્થ એ છે કે છેલ્લા વર્ષમાં દરરોજ બે મહિલાઓ આ બીમારીનો શિકાર થઈ હતી.
આ ઉપરાંત ૨૦૧૯ અને ૨૦૨૩ વચ્ચેના પાંચ વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં કુલ ૨૦૨૪ મહિલાઓએ સ્તન કેન્સરથી પોતાનો જીવ ગુમાવ્યો હતો જે એક ચિંતાજનક આકડો છે.(૯.૩૩)
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
