<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

તમારી લોકતંત્રની તપસ્‍યાની સિધ્‍ધીનો સમય આવી ગયો

નરેન્‍દ્રભાઇએ મહારાષ્‍ટ્રના કાર્યકરો સાથે કરી વાતચિત

મુંબઇ તા. ૧૬: મારૂ બુથ સૌથી મજબુત બુથ છે અંતર્ગત મહારાષ્‍ટ્રના ભાજપ કાર્યકરો સાથે નરેન્‍દ્રભાઇએ વાતચિત કરી હતી. નરેન્‍દ્રભાઇએ કાર્યકરોને જણાવેલ કે, છેલ્લા ઘણા મહિનાઓથી તમે બધા લોકતંત્રની સૌથી મોટી તપસ્‍યા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છો. હવે ચૂંટણીનો દિવસ ખુબ જ નજીક છે. તમે આટલા મહીનાઓમાં જે સાધના કરી છે, તેની સિધ્‍ધીનો સમય આવી ગયો છે. આવતા કેટલાક દિવસો ખુબ જ મહત્‍વપૂર્ણ બની રહેશે.

(4:48 PM IST)