<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

અબુજા એરપોર્ટ પર નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રાઇ મોદીનું કર્યુ ભવ્‍ય સ્વાગત

નરેન્‍દ્રભાઇ મોદીને અબુજા શહેરની 'કી ઓફ ધ સિટી' આપીને સન્માનિત કર્યાઃ છેલ્લા 17 વર્ષમાં નાઈજીરીયાની આ નરેન્‍દ્રભાઇની આ પ્રથમ મુલાકાત

નવી દિલ્‍હીઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  નાઈજીરિયાના અબુજા પહોંચ્યા હતા. છેલ્લા 17 વર્ષમાં નાઈજીરીયાની આ તેમની પ્રથમ મુલાકાત છે અને ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. અબુજા એરપોર્ટ પર નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. ફેડરલ કેપિટલ ટેરિટરી મિનિસ્ટર નાયસોમ ઇઝેનવો વાઇકે વડાપ્રધાન મોદીને અબુજા શહેરની 'કી ઓફ ધ સિટી' આપીને સન્માનિત કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ X પર રાષ્ટ્રપતિ ટીનુબુ અને નાઈજીરિયન લોકોનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, "આભાર, રાષ્ટ્રપતિ ટીનુબુ. થોડા સમય પહેલા નાઈજીરીયામાં ઉતર્યો. ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી. આશા છે કે, આ મુલાકાતથી આપણા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મિત્રતા વધુ ગાઢ બનશે."
મહત્વનું છે કે, ભારતીય સમુદાયે પણ વડાપ્રધાનનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જેને લઈને પણ PM મોદીએ ટ્વીટ કર્યું કે, નાઈજીરીયામાં ભારતીય સમુદાય દ્વારા આટલું ઉષ્માભર્યું અને ઉત્સાહપૂર્ણ સ્વાગત જોઈને આનંદ થયો.
મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર આ મારી પ્રથમ મુલાકાત હશે. પશ્ચિમ આફ્રિકન ક્ષેત્રમાં નાઈજીરીયા અમારા માટે મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ મુલાકાતથી અમારી વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનશે. લોકશાહી અને બહુલવાદમાં સહિયારી માન્યતાના આધારે આમ કરવાની તક હશે. હું ભારતીય સમુદાય અને નાઇજીરિયન મિત્રોને મળવા માટે પણ ઉત્સાહિત છું જેમણે મને હિન્દીમાં શુભેચ્છાઓ મોકલી છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી  મોદીનો 16 થી 21 નવેમ્બર સુધી નિર્ધારિત આ પ્રવાસ નાઈજીરિયાથી શરૂ થયો છે. આ પછી વડાપ્રધાન મોદી બ્રાઝિલમાં G20 નેતાઓની સમિટમાં ભાગ લેશે. આ પ્રવાસ ગુયાનાની ઐતિહાસિક રાજ્ય મુલાકાત સાથે સમાપ્ત થશે, જે 50 વર્ષમાં ભારતીય વડા પ્રધાનની પ્રથમ મુલાકાત છે.
પીએમ મોદીની પશ્ચિમ આફ્રિકન ક્ષેત્રની આ પ્રથમ મુલાકાત છે. તેઓ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની પાંચ દિવસની મુલાકાતે છે. નાઈજીરિયાથી તેઓ બ્રાઝિલ જશે. તે ટ્રોઇકા સભ્ય તરીકે બ્રાઝિલમાં 19મી જી20 સમિટમાં ભાગ લેશે. મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને યુએસ પ્રમુખ જો બિડેન 18-19 નવેમ્બરના રોજ રિયો ડી જાનેરોમાં સમિટમાં ભાગ લેનારા નેતાઓમાં સામેલ થશે. ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની સાથે G20 ટ્રોઇકાનો ભાગ છે. તેમની મુલાકાતના ત્રીજા અને અંતિમ તબક્કામાં મોદી રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર 19 થી 21 નવેમ્બર સુધી ગયાનાની મુલાકાત લેશે. 50થી વધુ વર્ષોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ગુયાનાની આ પ્રથમ મુલાકાત હશે.

(11:11 AM IST)