News of Sunday, 17th November 2024
અમેરિકીમાં છેલ્લા એક વર્ષમાં ઘૂસણખોરી કરનાર ૯૦ હજાર ભારતીયોની ધરપકડઃ ડિંગુચા કેસમાં બે એજન્ટો સામે કાલથી કાર્યવાહી

નવી દિલ્હીઃ ડિંગુચા ગામના જગદિશ પટેલ અને તેમના પરિવારના થીજી ગયેલા મૃતદેહને આજે બે વર્ષ બાદ કેનેડિયન અને અમેરિકન સરકારે બંને તરફથી બે શખ્સો પર આ ગેરકાયદેસર ઘૂસણખોરી માટે કેસ ચલાવ્યો છે જે નવેમ્બરની 18મી તારીખથી થશે. જાન્યુઆરી 2022ના ગાળામાં જગદીશ પટેલના પરિવાર સહિત કુલ 11 જણાએ કેનેડાની બોર્ડર ક્રોસ કરીને ઘૂસવનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જગદિશ પટેલનો પરિવાર છૂટો પડી ગયો હતો અને પૂરતા ગરમ કપડાના અભાવે તીવ્ર માઈનસ 30 ડિગ્રીમાં થીજાઈ ગયો હતો. અમેરિકન ખૂફીયા એજન્સી દ્વારા ઘૂસણખોરી કરાવનારી અનેક કડીઓને શોધવામાં સફળતા મેળવી છે.
જેમાં આ સમગ્ર ગેરકાયદેસર પ્રક્રિયામાં સાથ આપનાર કેનેડા તરફના હર્ષ પટેલ અને અમેરિકા તરફથી ઘૂસાડનારા સ્ટિવ શેન્ડ પર કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અમેરિકન અને કેનેડિયન સરકારે આ બંને શખ્સોને સોફિસ્ટિકેટેડ હ્યુમન સ્મગલિંગ અંતર્ગત કેસ ચાલી રહ્યો છે. આ કામ કરવાના ઉપરોક્ત આરોપીઓએ 90,000 અમેરિકન ડોલર લેવાનું નક્કી કર્યું હતું.
આ કેસ સાથે કેનેડા અને અમેરિકાની સરકારે સંયુક્ત રીતે 2024માં 90,415 ભારતીયોને કેનેડા અને મેક્સિકોની સરહદથી પકડવામાં સફળતા મેળવી છે જ્યારે એકલા કેનેડાની બોર્ડર પરથી 43764 બોર્ડર ક્રોસ કરતા ભારતીયોને પકડયા છે જેમાંના અડધાથી વધારે ગુજરાતી છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
