News of Sunday, 17th November 2024
બાંગ્લાદેશમાં ડેન્ગ્યુનો પ્રકોપ:78,000થી વધુ કેસ નોંધાયા:407ના મોતથી ખળભળાટ
કલાઈમેટ ચેન્જના કારણે બાંગ્લાદેશમાં ડેન્ગ્યુ ગંભીર બન્યો: ચોમાસા અને વધતા તાપમાનના કારણે ડેન્ગ્યુનો હાહાકાર

હાલમાં બાંગ્લાદેશ ડેન્ગ્યુના ભયંકર પ્રકોપનો સામનો કરી રહ્યું છે. દેશભરમાં ડેન્ગ્યુના કારણે અત્યાર સુધીમાં 407 લોકોના મોત થયા છે. દેશભરની હોસ્પિટલોમાં લગભગ 78,595 દર્દીઓ દાખલ છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે બાંગ્લાદેશમાં ડેન્ગ્યુ ગંભીર બની રહ્યો છે. લાંબા ચોમાસા અને વધતા તાપમાનના કારણે ડેન્ગ્યુનો ચેપ ઝડપથી વધી રહ્યો છે.
નવેમ્બરના પ્રથમ પખવાડિયા સુધીમાં 4,173 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમાંથી 1,835 દર્દીઓ ઢાકામાં અને 2,338 અન્ય સ્થળોએ સારવાર હેઠળ છે. તાજેતરના આંકડા અનુસાર, 2024માં ડેન્ગ્યુના કારણે 407 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશભરની વિવિધ હોસ્પિટલોમાં 78,595 દર્દીઓ દાખલ છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કારણે 1,705 લોકોના મોત થયા હતા. તેનાથી 321,000 થી વધુ દર્દીઓ સંક્રમિત થયા હતા.
ઓક્ટોબરના વરસાદથી તણાવ વધ્યો
જહાંગીરનગર યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્રના પ્રોફેસર કબીરુલ બશરે પાકિસ્તાનના અખબાર ડોનને જણાવ્યું કે ઓક્ટોબર મહિનામાં ચોમાસા જેવો વરસાદ થયો છે. આ એક અસામાન્ય ઘટના છે. વાતાવરણમાં ફેરફારને કારણે ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયો છે. જેના કારણે એડીસ મચ્છરો માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. ડેન્ગ્યુ માત્ર એડીસ મચ્છર દ્વારા ફેલાય છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
