News of Monday, 18th November 2024
NCPને મત નહીં આપો તો રાતે ભોજન નહીં મળે
અજિત પવારની પાર્ટીની જાહેરાતના આ શબ્દો સામે ચૂંટણીપંચે વાંધો લીધો

મુંબઇ, તા.૧૮: વિધાનસભાની ચૂંટણીમાં લોકોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે રાજકીય પક્ષો જાત-જાતના નુસખા અજમાવે છે. જોકે કયારેક આમ કરવું મુશ્કેલી પણ નોતરે છે. અજિત પવારની નૅશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ને મત આપવા માટેની જાહેરાત તૈયાર કરવામાં આવી છે, જેમાં એક મહિલા તેના પતિને કહે છે કે NCPને મત નહીં આપો તો રાતનું ભોજન નહીં મળે. ચૂંટણીપંચે આ શબ્દો સામે વાંધો લીધો છે અને જાહેરાતમાંથી રાતે ભોજન નહીં મળે શબ્દ કાઢવાનો નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચૂંટણીપંચે કહ્યું છે કે કોઈ પક્ષને મતદાન નહીં કરો તો કોઈ પણ કોઈને અનાજ ન આપવાનું કહી ન શકે. જાહેરાતમાં પત્ની તેના પતિને જે કહે છે એ પતિને ધમકી આપી છે એવું ગણી શકાય.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
