તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 18th November 2024
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૧૭

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી- ૧૭: ‘‘ મનને ભુલી જઇને મધ્યમાં રહો-જયા સુધી''
આનો પ્રયોગ કરો આ સુત્ર તમારા આખા જીવન માટે છે. એવું નથી કે કયારેક- કયારેક એનો અભ્યાસ કર્યો અને વાત પતી ગઇ. તમારે એનો સતત બોધ રાખવો પડશે.હોશ રાખવો પડશે. કામ કરતા, ચાલતા, ભોજન કરતા, સંબંધોમૌં બધે જ મધ્યમાં રહો. પ્રયોગ કરી જુઓ અને તેમ જોશો કે એક મોૈન, એક શાંતિ તમને ઘેરવા લાગી છે. અને તમારા ભીતર એક શાંત કેન્દ્ર બની રહ્યું છે.
જો બરાબર મધ્યમાં થવામાં સફળ ના થઇ શકો તો પણ મધ્યમાં થવાનો પ્રયત્ન કરો. ધીમે ધીમે તમને મધ્યને અનુભવ થવા લાગશે. જે પણ હોય, ધૃણા યા પ્રેમ, ક્રોધ યા પヘાતાપ, હંમેશા અંતિમ વિપરીતતાઓને ધ્યાનમાં રાખો અને એમના વચમાં રહો અને ગમે તે ક્ષણે તમે મધ્યને પામી જશો અને જો તમે એક વખત એને જાણી લીધું તો પછી તમે એને ભૂલી જશો નહી. કારણ કે મધ્ય બિન્દુ મનથી પાર છે અને આ મધ્ય બિન્દુ અધ્યાત્મનું સારસુત્ર છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
