News of Monday, 18th November 2024
ઉત્તર- પશ્ચિમ ભારતનાં વિસ્તારોમાં ગાઢ ધુમ્મસઃ ગુજરાતમાં ઠંડક
દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહારમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને અસરઃ તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં વરસાદી માહોલ

નવી દિલ્હી તા.૧૮ : હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ ચાલુ રહેશે. રાજસ્થાન, દિલ્હીથી લઈને ઉત્તર ઙ્કદેશ, બિહાર સુધી રાત્રે અને સવારમાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુ, કેરળ અને આંતરિક કર્ણાટકમાં હજુ પણ વરસાદી માહોલ જારી રહ્યો છે.
રાજ્યોમાં ધુમ્મસ જોવા મળ્યું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પヘુિમ ભારતના વિસ્તારોમાં, પંજાબ, હરિયાણા, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પヘમિ રાજસ્થાન, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર અને પヘમિ ઉત્તર પ્રદેશના તરાઈ ભાગોમાં ગાઢ ધુમ્મસ છે.
તાપમાનમાં ઘટાડો નોંધાશે
અમળતસર, પટિયાલા, હિસાર અને ઉધમપુરમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી શૂન્ય મીટર નોંધાઈ હતી. દિલ્હીમાં સફદરજંગ, પાલમ અને અન્ય સ્થળોએ વિઝિબિલિટી ઘટીને ૨૦૦ થી ૩૦૦ મીટર થઈ ગઈ છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી ૨-૩ દિવસમાં ગાઢ ધુમ્મસમાંથી રાહત મળવાની કોઈ શકયતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં પヘમિ ભારતમાં ખાસ કરીને પヘમિ રાજસ્થાન, પヘમિ પંજાબ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને દિલ્હીમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની શકયતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પヘમિ તરફથી આવતા પવનોની ગતિ બંધ થઈ ગઈ છે અને પ્રદૂષણ દિલ્હીમાં તબાહી મચાવી રહ્યું છે. જો કે અહીં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન ૨૮ થી ૩૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૨ થી ૧૭ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે પૂર્વી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મેઘાલય, ઉપ-હિમાલયન પヘમિ બંગાળ, સિક્કિમ, દિલ્હી, ઝારખંડ, પૂર્વી ઉત્તર ઙ્કદેશ અને બિહારમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રી ઓછું નોંધાયું હતું.
દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ વચ્ચે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટએ ૧૭ નવેમ્બર, રવિવારના રોજ GREPના ચોથા તબક્કાને લાગુ કરવાની જાહેરાત કરી છે. GRAPનો ચોથો તબક્કો ત્યારે લાદવામાં આવ્યો છે જ્યારે વાયુ પ્રદૂષણનું સ્તર ખૂબ જ ગંભીર છે. ગ્રુપ ૪ હેઠળ, દિલ્હીમાં ટ્રકોની અવરજવર પર કડક નિયંત્રણો લાદવામાં આવશે, ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, ઇલેક્ટ્રિક, CNG, LNG અને BS-VI ડીઝલ ટ્રકને પ્રવેશ મુક્તિ મળશે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
