News of Monday, 18th November 2024
લગ્નસરાની ધૂમ : કમૂરતા પહેલા ત્રણગણા અને ડિસેમ્બરમાં ૧ ૧ મૂહર્તમાં લગ્ન
આ વર્ષે મૂહર્તની ભરમાર : ધનારક અને મીનારક વચ્ચે પણ ર૬ મૂહર્ત દેવઉઠી એકાદશીથી શરૂ થયેલી લગ્નસરાની નવી સિઝનની રોનક દેખાઇ

મુંબઇ, તા.૧૮: હિન્દુ સમુદાયમાં દેવઉઠી એકાદશીથી શરૂ થયેલી લગ્નસરાની
નવી સિઝનની રોનક શહેરમાં સ્પષ્ટ દેખાઇ રહી છે. દેવઉઠી એકાદશીથી જ મૂહર્ત હોય શહેરમાં શહેનાઈની ગૂંજ સંભળાઈ રહી છે. દરમિયાન નવી સિઝનમાં મૂહર્તની ભરમાર સાથે જ સંખ્યાબંધ લગ્ન આયોજનો લેવાઇ રહ્યા છે. જેમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કમૂરતા પહેલા ત્રણ ગણા અને ડિસેમ્બરના ૧૫ દિવસમાં જ ૧૧ મળહર્ત હોય રોનક વધુ જામશે. એટલું જ નહીં, ધનારક અને મીનારક વચ્ચે પણ ર૬ મૂહર્ત સાથે જ શહેરના પાર્ટી પ્લોટ, વાડી, હોલનું એડવાન્સ બુર્કીંગ કરી દેવામાં આવ્યું છે.
ચાર મહિનાના ચાતુર્માસ બાદ દેવઉઠી એકાદશીની ઉજવણી સાથે જ લગ્નસરાની નવી સિઝનની શરૂઆત થઇ છે. સામાન્યપણે દેવઉઠી એકાદશી બાદ ગ્રહ, નક્ષત્ર, તિથીના સંયોગ વચ્ચે શરૂઆતના દિવસોમાં મૂહર્ત રહેતું નથી, પરંતુ ચાલુ વર્ષે દેવઉઠી એકાદશીના આરંભથી જ મૂહર્ત શરૂ થઇ ગયા હોય દિવાળી વેકેશનના દિવસોમાં જ લગ્નની ધૂમ જોવા મળી રહી છે. એટલું જ નહીં, ગત વર્ષની સરખામણીએ કર્મૂરતા પહેલા જ ત્રણ ગણા મળહર્ત હોવાથી લગ્ન આયોજનોની સંખ્યામાં પણ ધરખમ વધારો નોંધાયો છે. મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, ગત સંવત ૨૦૮૦ અને નવું સંવત ર૦૮૧ના લગ્ન મૂહર્તમાં મોટો તકાવત છે. ગત વર્ષે ૨૦૮૦માં મૂહર્ત ઓછા હોવાની સાથે જ વર અને કન્યા પક્ષની ચિંતામાં અનેકગણો વધારો થયો હતો. જ્યારે ૨૦૮૧નું વર્ષ લગ્ન મળહર્તની દષ્ટિએ ઘણું સારું માની શકાય એમ છે.
દેવઉઠી એકાદશીના દિવસથી જ મૂહર્ત શરૂ થઇ ગયા છે. તેમાં ૧૬ ડિસેમ્બરના રોજ ધનારક એટલે કે કમૂરતા શરૂ થાય એ પહેલા ૨૦ જેટલા મૂહર્ત છે. ગત વર્ષે તે સંખ્યા માત્ર ૮ જ હતી. ચાલુ વર્ષે ૧૫ ડિસેમ્બર પહેલા નવેમ્બર માસમાં ૧ર, ૧૩, ૧૬, ૧૭, ૧૮, રર, ૨૩, ૨૫, ૨૭ નવેમ્બરના રોજ મૂહર્ત છે. જ્યારે ડિસેમ્બરમાં પણ ૧૬મીથી કમુરતા શરૂ થાય એ પહેલા અધધધ ૧૧ જેટલા મૂહર્ત છે. તેમાં ર, ૩, ૪, પ, ૬, ૭, ૧૦, ૧૧, ૧૨, ૧૪ અને ૧૫ ડસેમ્બરે લગ્નની ઝાકમઝોળ દેખાશે. વળી, ૧૬ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી ધનારક અને ૧૪ માર્ચથી ૧૩ એપ્રિલ સુધી મીનારક છે. આ બંને કમૂરતા વચ્ચે જાન્યુઆરીમાં ૯, ફેબ્રુઆરીમાં ૧૫ અને માર્ચમાં બે મળીને ૨૬ મૂહર્ત છે. ગત વર્ષે આ બે કમૂરતા વચ્ચે ૨૩ લગ્નમૂહર્ત હતા. આ વર્ષે સિઝનમાં પણ મૂહર્તની સંખ્યા વધુ છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
