તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Monday, 18th November 2024
'' માત્ર પહેલી પત્ની જ પેંશનની હક્કદાર ":મુસ્લિમ કર્મચારીની એકથી વધુ પત્ની હોય તો પેન્શનને લઈ અલ્હાબાદ હાઇકોર્ટનો મોટો નિર્ણય
કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બે મહિનામાં આ અંગે નિર્ણય લેવાનો આદેશ આપ્યો

અલાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ કર્મચારીની એકથી વધુ પત્ની હોય તો પેન્શનને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે આવા મામલામાં માત્ર પહેલી પત્ની જ પેન્શનની હકદાર છે. કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બે મહિનામાં આ અંગે નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારી મોહમ્મદ ઈશાકની પ્રથમ પત્ની સુલતાના બેગમે અલ્હાબાદ હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી અને આ કેસની સુનાવણી કરતા જજ પ્રકાશ પડિયાએ આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. મોહમ્મદ ઈશાકે ત્રણ વખત લગ્ન કર્યા હતા. બીજી પત્ની ઇશાકનું અવસાન થયું જે બાદ તેની ત્રીજી પત્ની સદમાને પેન્શન મળવાનું શરૂ થયું છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
