<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

શનિવારથી રાજકોટમાં પૂજ્‍ય મોરારીબાપુની અલૌકિક રામકથા

 રાજકોટ : રાજકોટની જાહેર જનતા તેમજ આજુબાજુના ગામડાઓ, શહેરો અને દેશ દેશાવરમાં વસ્‍તા પ્રભુ શ્રીરામ અને હનુમાનજીના ભક્‍તો, ચાહકો, ભાવિકો, શ્રધ્‍ધાળુઓ, શ્રોતાઓ અને તમામ ભક્‍તજનો જે પવિત્રવાણીને શ્રવણ કરવાની છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે અમળતવાણી પરમ પૂજ્‍ય શ્રી મોરારીબાપુના મુખેથી રામકથા સ્‍વરૂપે પ્રવાહિત થઈને આગામી તારીખ ૨૩ ઓક્‍ટોબર શનિવાર થી પૂરા ૯ દિવસ સુધી એટ્‍લે કે તારીખ ૧ નવેમ્‍બર સુધી શ્રોતાઓને રામમય બનાવી રામ નામની રામધુનમાં લીન કરાવી રામરૂપી અમળતનું પવિત્ર રસપાન કરાવશે.

રાજકોટમાં યોજાનારી પૂજ્‍ય શ્રીમોરારીબાપુની આ વૈશ્વિક રામકથા એ વિશ્વભરમાં યોજાયેલી તેમની ૯૪૭મી રામકથા હશે જે હર વખતની જેમ આ વખતે પણ આપણા રંગીલા રાજકોટના સુવિખ્‍યાત એવા રેસકોર્ષના વિશાળ મેદાનમાં યોજાશે જે આખા રાજકોટ તેમજ તેની આજુબાજુના દૂર દૂર સુધીના તમામ વિસ્‍તારોને રામમય બનાવવા સાથે તેને રામકોટમાં પરિવર્તિત કરીને અયોધ્‍યાનગરી જેવુ વાતાવરણ રાજકોટના આગણામાં ઊભું કરી દેશે.  

પૂજ્‍ય બાપુએ રાજકોટમાં યોજનારી તેમની આ ૯૪૭મી વૈશ્વિક રામ કથાના અમ્રુત વચનોનું રાજકોટની જનતાને શ્રવણ કરાવતા પહેલા તારીખ ૭ થી ૧૫ નવેમ્‍બર સુધી ઉતરાખંડ રાજ્‍યના હરિદ્વાર ખાતે ‘માનસ બ્રહ્મ વિચાર‘ના નામથી ચાલનારી તેમની ૯૪૬મી રામકથાને પરીપુર્ણ કરેલ છે અને ત્‍યારબાદ રાજકોટમાં ‘વૈશ્વિક રામકથા'ના નામથી યોજાનારી તેમની ૯૪૭મી રામકથાની પૂર્ણાહુતિ કર્યા બાદ તારીખ ૨૧ થી ૨૯ ડિસેમ્‍બર સુધી તેઓ તામિલનાડુના તાંજાવુરમાં જઇને ત્‍યાંની જનતાને રામકથાનું પવિત્ર રસપાન કરાવશે. 

ભક્‍તિ, પ્રસાદ અને સેવાનો ત્રિવેણી સંગમ ગણાતી રાજકોટમાં યોજાનારી આ વૈશ્વિક રામકથામાં રોજના એક લાખ કરતાં પણ વધારે લોકો કથાનું શ્રવણ કરશે અને ભોજનરૂપી મહાપ્રસાદને આરોગશે. વડીલો અને પર્યાવરણીય કલ્‍યાણ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરનારી આ કથામાં દર વખતની જેમ આ વખતે પણ સંતો, મહંતો, ભાવિકો, ભક્‍તો, શ્રોતાઓ, શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉપરાંત રાજકારણીઓએ, ઓધોગપતિઓ, સેલેબ્રિટીઓ સહિતના વિશ્વના, દેશના, રાજ્‍યના અને શહેરના ટોચના મહાનુભાવો અચૂકપણે હાજર રહેશે અને આ વૈશ્વિક રામકથાના રામમય થઈ ગયેલા પવિત્ર વાતાવરણમાં આ કથાને શ્રવણ કરવા સાથે તેના પ્રવાહમાં અવિરતપણે વહી રહેલા અમ્રુત વચનોનું રસપાન પણ કરશે. 

‘ગ્રીન ગુજરાત'ના સપના સાથે સમગ્ર ગુજરાતમાં ૧૧ લાખ વળક્ષો વાવી તેમને ઉછેરવાનો સંકલ્‍પ કરનાર રાજકોટની જગ વિખ્‍યાત સેવાકીય સંસ્‍થા ‘માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ' દ્વારા આશરે ત્રણસો કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનારા વિશ્વના સૌથી મોટા, ભવ્‍ય અને અત્‍યાધુનિક ‘સદભાવના વળધ્‍ધાશ્રમ'ના નિર્માણ માટે ક્રાઉડ ફંડિંગમાં જંગી રકમ એકઠી કરવાના શુભ આશ્રયથી આ વખતે આપણાં સૌના રંગીલા રાજકોટ ખાતે મોરારીબાપુની આ વૈશ્વિક રામકથાનું અનેરું આયોજન કરવામાં આવ્‍યું છે.  

‘સદભાવના વળધ્‍ધાશ્રમ‘ના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે પ્રખ્‍યાત રામચરિતમાનસ કથાકાર પૂજ્‍ય શ્રીમોરારીબાપુની આગેવાની હેઠળ આઠ દિવસીય વૈશ્વિક રામકથાનો કાર્યક્રમ રાજકોટ ખાતે સુનિ?તિ કરવામાં આવેલ છે જેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય લોકોમાં વળક્ષારોપણ અંગે જાગળતિ લાવવાનો અને સંતાન વિહોણા તેમજ નિરાધાર, નિસહાય, લાચાર, બીમાર અને જરૂરિયાતવાળા વળધ્‍ધોની સેવા કરવાનો તેમજ વિશ્વભરના મહાનુભવો, સામાજિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, દાતાઓ અને કાર્યકરોને એક મંચ પર આકર્ષિત કરીને વળધ્‍ધાશ્રમ બનાવવાના આ ભગીરથ કાર્યમાં સૌને સહભાગી બનાવવાનો છે.

રાજકોટના આંગણે ધરતી પરના સૌથી મોટા, ભવ્‍ય અને અત્‍યાધુનિક ‘સદભાવના વળધ્‍ધાશ્રમ'નું નિર્માણ કરવાના શુભ આશ્રયથી વૈશ્વિક રામકથાનું જગતભરને રસપાન કરાવી સૌકોઈને રામમય બનાવનારા પૂજ્‍ય શ્રીમોરારીબાપુ નો જન્‍મ ૨ માર્ચ ૧૯૪૬ના રોજ હિન્‍દુ કેલેન્‍ડર મુજબ મહાદેવના સૌથી મોટા દિવસ એવા મહાશિવરાત્રીના રોજ ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામમાં પિતા પ્રભુદાસ હરિયાણી અને માતા સાવિત્રીબેન હરિયાણીને ત્‍યાં છ ભાઈઓ અને બે બહેનોના એક ખુબજ મોટા અને વિશાળ પરિવારમાં થયો હતો જે પરિવાર હિંદુ વૈષ્‍ણવ પરંપરા નિમ્‍બાર્ક સંપ્રદાયને અનુસરનારો છે.

બાપુના પરિવારમાં નાનપણથીજ રામચરિતમાનસ અને શ્રીમદભગવદ ગીતાના નિયમિત પાઠો થતાં હોય આ બંને ગ્રંથો બાળપણથીજ તેમને ગળથૂથીમાં મળ્‍યા હતા જે આગળ જતાં તેમના જીવનમાં સમાવિષ્ટ થઈને તેમના જીવનનો એક ભાગ બની ગયા. 

બાપુના દાદા શ્રીત્રિભુવનદાસજીએ બાપુના ગુરુ તરીકેની એક ખુબજ શ્રેષ્ઠ અને ઉત્‍કળષ્ઠ ભૂમિકા નિભાવી હતી જેમણે તેમને ગોસ્‍વામી તુલસીદાસના રામચરિત માનસના ગૂઢ અને ગહન અર્થો શીખવવા ઉપરાંત તેમને પવિત્ર ગ્રંથોના પઠન કરવાની સાચી રીત શીખવેલી તેમજ તેમને રામકથા વર્ણનના રામમય માર્ગ પર દીક્ષા પણ આપેલી.

બાપુ શાળાએ જતી વખતે અને ત્‍યાંથી પરત આવતી વખતે શ્રીરામચરિતમાનસની ચોપાઈઓ, તેમાં આવતા શ્‍લોકો તેમજ પદોનું પઠન કરતાં અને આ રીતે એક વક્‍તા તરીકેની તેમની વક્‍તળત્‍વ યાત્રાની શરૂઆત થઈ ગયેલી જે આગળ જતાં પૂર્ણિમાના ચંદ્રમાંની જેમ સોળે કળાએ ખીલી ઉઠેલી. 

બાપુએ તલગાજરડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે તેમનું માધ્‍યમિક શિક્ષણ પુરુ કર્યા બાદ જૂનાગઢની શાહપુર ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાંથી પ્રાઇમરી ટીચર તરીકેની ટ્રેનીંગ લીધી અને તે પુર્ણ કર્યા બાદ તેમણે વર્ષ ૧૯૬૬થી મહુવાની પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે તે શાળાના બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું.

બાપુએ માત્ર તેમની ચૌદ વર્ષની ઉમરમાંજ તેમના દાદા, તેમના આધ્‍યાત્‍મિક ગુરુ અને માર્ગદર્શક એવા ત્રિભુવનદાસજીના માર્ગદર્શન અને પ્રોત્‍સાહન હેઠળ રામકથાનું પઠન કરવાનું શરૂ કરી દીધું અને શરૂ શરૂમાં તેઓ તેમના ગામમાં તેમના દાદા, માર્ગદર્શક અને ગુરુના નામ પરથી આવેલા ત્રિભુવન વટ નામના વટવળક્ષની નીચે લોકોના નાના જૂથને એકત્રિત કરીને રામચરિતમાનસના શ્‍લોકો સંભળાવવાનું શરૂ કરી દીધું.       આગળ જતા જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેઆ‘એ  તેમના તલગાજરડા ગામ અને ત્‍યાંથી નજીકના મહુવા ખાતે આવેલા શ્રીરામ મંદિરમાં પાઠ કરવાનું શરૂ કર્યું.

બાપુએ તેમના ગામ તલગાજરડાની બહાર સૌપ્રથમ નવ દિવસીય કથા માત્ર તેમની વીસ વર્ષની ઉમરે વર્ષ ૧૯૬૬માં ગુજરાતના ગાંથિલા ગામમાં રામફળદાસ મહારાજના આશ્રમમાં કરેલી જેના બરાબર દસ વર્ષો બાદ તેમણે સાલ ૧૯૭૬માં કેન્‍યાના નૈરોબી ખાતે વિદેશમાં તેમની સૌપ્રથમ રામકથાના શ્રીગણેશ કરેલા અને ત્‍યારબાદ બાપુએ વૈશ્વિક સ્‍તરે રામકથાઓનું સંચાલન કરીને તેમની પહોંચનો વિસ્‍તાર કર્યો અને ત્‍યારથી માંડીને અત્‍યાર સુધીમાં તેમણે દેશ વિદેશોમાં રામકથા કરવામાં પાછું વાળીને કયારેય જોયું નથી.

પૂજ્‍ય શ્રીબાપુએ પ્રકળતિક સોંદર્યથી ભરપૂર દુર્લભ સ્‍થાનો પર આવેલા આપણાં સનાતન હિન્‍દુ ધર્મના મંદિરો, દેવાલયો અને શક્‍તિપિઠોના તીર્થસ્‍થાનોથી માંડીને ભારતના મોટાભાગના રાજ્‍યો અને તેમના પ્રમુખ શહેરો અને ગામોમાં મળીને અત્‍યાર સુધીમાં ભરતભરમાં કુલ ૮૦૪ અને વિદેશોમાં કરેલી ૧૪૩ રામકથાઓ મળીને પ્રભુ શ્રીરામની કુલ ૯૪૬ રામ કથાઓ કરેલી છે. તેમની ૯૪૭મી રામકથા રાજકોટના રેસકોર્ષના મેદાન ખાતે તારીખ ૨૩મી નવેમ્‍બર થી ૧ ડિસેમ્‍બર સુધી યોજાશે.   

પરદેશની ભૂમિ પર આવેલા ધરતીમાતાના વિદેશી સ્‍થળોને  રામમય બનાવીને તેના પર પૂજ્‍ય બાપુ દ્વારા કરવામાં આવેલી રામકથાઓમાં ટોરોન્‍ટો, એટલાન્‍ટા, પનામા, એમેઝોન રેઈનફોરેસ્‍ટ, લંડન, પેરિસ, સ્‍વિટ્‍ઝલર્‘ન્‍ડ, વેટિકન સિટી, એથેન્‍સ, દક્ષિણ આફ્રિકા, મોરેશિયસ, જોર્ડન, અબુ ધાબી, દુબઈ, રક્ષસ્‍તાલ, કૈલાશ, મલબોયસ, ભુષુન્‍દી, મોરેશિયસ, સિંગાપોર, બાલી, હિરોશિમા, સિડની અને ન્‍યુઝીલેન્‍ડ વેગેરેનો સમાવેશ થાય છે.

પૂજ્‍ય શ્રીમોરારી બાપુએ કરેલી વિશેષ રામકથાઓમાં વર્ષ ૧૯૯૩ના આ‘ગસ્‍ટ મહિનાની ૨૬મી તારીખથી સપ્‍ટેમ્‍બર મહિનાની ૪થી તારીખ સુધીના નવ દિવસો દરમ્‍યાન કુનાર્ડ પ્રિન્‍સેસ મ્‍ચ્‍૩ નામની ક્રૂઝશીપ પર હજારો કિલોમીટરની મુસાફરી કરીને આખા યુરોપનું વહાણ પર પરિભ્રમણ કરતાં પ્રભુ શ્રીરામની તેમની ૪૫૭મી ‘સેતુબંધ' નામની રામકથા કરેલી તો સાલ ૧૯૯૪ના ઓગસ્‍ટ મહિનાની ૧૩ થી ૨૨ તારીખ સુધીમાં બાપુએ તેમની ૪૭૬મી રામ કથા ટાવરએર નામની એરલાઇન્‍સની ફ્‌લાઈટમાં સવાર થઈને અમેરિકાના ન્‍યુયોર્કથી શરૂ કરીને ત્‍યાંનાજ શહેર લોસ એન્‍જલ્‍સ તેમજ વોલકેનિક આઇલેન્‍ડ હવાઈ ટાપુ થઈને ફિજીના નાંદી, ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડ, સિંગાપોર, ભારતના મુંબઈ, આફ્રિકાના નાઇરોબી, બ્રિટનના લંડન અને કેનેડાના ટોરાંટોનો પ્રવાસ કરીને પરત યુ.એસ.ના ન્‍યુયોર્ક ખાતે તેમની પળથ્‍વી અને આકાશની વચ્‍ચે બંનેની મધ્‍યમાં હવામાં ‘માનસ પુષ્‍પક કથા‘ નામની રામકથા પૂર્ણ કરેલી.

ભરતમાતાની પવન ભોમકા પર આવેલા ૧૨ જ્‍યોતિર્લીંગની દર્શન યાત્રા કરવા સાથે શિવભૂમી પર રામકથા કરવાનું પવિત્ર કાર્ય કરવા માટે પૂજ્‍ય બાપુએ ‘માનસ દ્વાદશ જ્‍યોતિર્લીંગ‘ તરીકે ઓળખાતી તેમની ૯૦૦મી માનસ નવસો રામકથા ૧૨ જ્‍યોતિર્લીંગોને આવરી લઈને સતત ૧૮ દિવસોના સમયગાળા દરમ્‍યાન બાર હજાર કિલોમીટરની ટ્રેનમાં મુસાફરી કરીને ભારતના પ્રમુખ શિવધામોને રામમય બનાવી ૧૦૦૮ ભાવિકોને કથાનું અમળતપાન કરાવીને પૂર્ણ કરી હતી.

તારીખ ૨૨મી જુલાઇ ૨૦૨૩ના રોજ ઉતરાખંડના કેદારનાથની હિમાલયની ઊંચાઈઓએથી આ રામકથાના શ્રીગણેશ કરીને ઋષિકેશથી તીર્થયાત્રાની શરૂઆત કરી ઉતર પ્રદેશમાં આવેલા કાશી વિશ્વનાથ, ઝારખંડમાં આવેલા વૈધનાથ, આંધ્રમાં આવેલા શ્રીસઇલેમ, તામિલનાડુમાં આવેલા રામેશ્વરમ, મહારાષ્‍ટ્રમાં આવેલા ભિમાશંકર, ત્‍ત્રંબકેશ્વર અને ધૂસ્‍મેશ્વર થઈને મધ્‍ય પ્રદેશના ઓમકાલેશ્વર અને મહાકાલેશ્વર થઈને ગુજરાતનાં નાગેશ્વર અને સોમનાથ ખાતે ૭ ઓગસ્‍ટના રોજ રામકથા પૂર્ણ કરીને બાપુ પોતાના માદરે વતન ગામ તલગાજરડા પહોંચ્‍યા હતા.

સત્‍ય, પ્રેમ અને કરુણા સાથે વિવિધતામાં એકતાના પ્રમુખ સંદેશાવાળી આ રામકથામાં ઋષિકેશ, જગન્નાથ પુરી, તિરુપતિ અને દ્વારકા સહિતના નોંધપાત્ર હિન્‍દુ વૈદિક સનાતન ધર્મ ધામોના પવિત્ર માર્ગને આવરી લઈને ભાવિકોને એક અનોખો અનુભવ કરાવતી આ યાત્રામાં બે સમાંતર ટ્રેનો બર્ફીલા હિમાલયથી લીલીછમ ખીણો અને દરિયાકાંઠા સુધીના વિવિધ પ્રદેશોને પાર કરતી સ્‍મારક યાત્રાના સારને કેપ્‍ચર કરે છે અને લોજિસ્‍ટિકલ આયોજન સાથે ગહન આધ્‍યાત્‍મિક અનુભવોને પ્રકાશિત કરે છે.

વિદેશની ધરતી પર આવેલા ગ્રેટ બ્રિટનના લંડન ખાતે આવેલી જગ વિખ્‍યાત કેમ્‍બ્રિજ યુનિવર્સિટીના કેમ્‍પસમાં યોજાયેલી પૂજય બાપુની ‘માનસ વિશ્વવિધ્‍યાલય' નામની ૯૨૧મી રામકથાના સમાપનમાં આવેલા બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન શ્રીઋષિ સુનકે આ કાર્યક્રમમાં એક વડાપ્રધાન તરીકે નહીં પરંતુ એક હિન્‍દુ તરીકે હાજરી આપી હતી અને તેમના પ્રવચનમાં પૂજ્‍ય બાપુ સામે હાથ જોડીને તેમના સંબોધનની શરૂઆત ‘જય સિયા રામ'ના નારાથી કરી હતી. સંજોગોવશાત એ દિવસ એ ભારતની સ્‍વતંત્રતાનો ૭૭મો સ્‍વતંત્ર વર્ષ હતો.

યુએન અર્થાત યુનાઈટેડ નેશન્‍સનાં ઈતિહાસમાં તેના વૈશ્વિક મહત્‍વને ઉજાગર કરવા માટે સૌપ્રથમ વખત ન્‍યુયોર્ક સિટીના મિડટાઉન મેનહટન ખાતે આવેલા ૧૮ એકરના વિશાળ વિસ્‍તારમાં ફેલાયેલા તેના મુખ્‍યાલયમાં આદરણીય ગુજરાતી આધ્‍યાત્‍મિક નેતા સંત શિરોમણી શ્રીમોરારી બાપુએ તેમની ૯૪૦મી રામકથા કરેલી જે કથાનું નામ રાખવામા આવેલું ‘માનસ વસુધૈવ કુટુંબકમ' એટ્‍લે કે ઁમાનવ માટે વિશ્વ એક પરિવાર છેઁ.  પૂજ્‍ય બાપુએ રામ મંદિર અભિષેક સમારોહની ઉજવણી માટે અયોધ્‍યા ખાતે વર્ષ ૨૦૨૪ના ફેબ્રુઆરીએ મહિનાની ૨૪મી તારીખથી ૩ માર્ચ સુધી ‘માનસ રામ મંદિર' નામથી તેમની ૯૩૨મી રામકથા કરેલી

મૂળ કળષ્‍ણની નગરી પરંતુ હવે શિવતીર્થ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા થવાં જઈ રહેલા એવા આપણાં ભારતના રાજસ્‍થાન રાજ્‍યના રાજસમદ જીલ્લામાં આવેલા ભગવાન શ્રીકળષ્‍ણના ધામ એવા નાથદ્વારામાં આવેલી ગણેશ ટેકરી પર નિર્માણ પામેલી કુલ ૩૬૯ ફૂટ ઊંચી અને ૩૦૦૦ ટનના વજનવાળી  ભગવાન ભોળાનાથની જગતની સૌથી બેનમુન કહી શકાય તેવી દુનિયાની સૌથી ઊંચી શિવ પ્રતિમાના તારીખ ૨૯-૧૦-૨૦૨૨ થી તારીખ ૬-૧૧-૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્‍યાન યોજાયેલા મુર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં બાપુએ કરેલી તેમની ૯૦૬મી ‘માનસ વિશ્વ સ્‍વરુપમ' રામકથા આ વિશાળકાય શિવમૂર્તિના અનાવરણ અને લોકાર્પણમાં શિવજીના ચરણોમાં અર્પણ કરેલી જેમાં નવ દિવસની આ કથામાં રેકોર્ડ બ્રેક ૧૨.૨૫ લાખ એટ્‍લે કે સવા બાર લાખ કરતાં પણ વધારે ભાવિકો, ભક્‍તો અને શ્રધ્‍ધાળુઓએ સૌથી વધુ મેદનીમાં રામકથામાં ઉપસ્‍થિત રહીને પૂજ્‍ય બાપુની એકજ કથામાં સૌથી વધુ માનવ મહેરામણ એકજ જગ્‍યાએ એકઠા થવાનો એક અનોખો વિશ્વ વિક્રમ બનાવેલો છે.

(4:04 PM IST)