<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

અમેરિકામાં અભ્‍યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયો સૌથી વધુ : ચીન બીજા સ્‍થાને અને દક્ષિણ કોરિયા ત્રીજા સ્‍થાને

ભારતીયોની સંખ્‍યા અત્‍યાર સુધીની સૌથી વધુ ૩,૩૧,૬૦૨ પર પહોંચી ગઇ છે

નવી દિલ્‍હી, તા.૧૯: શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩માં વિદેશથી અમેરિકા આવતા વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્‍યા ચીનમાંથી હતી અને ભારત બીજા સ્‍થાને હતું. ત્‍યારબાદ ૨,૬૮,૯૨૩ ભારતીય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા અમેરિકા આવ્‍યા હતા. તાજેતરના અહેવાલ મુજબ, આ સંખ્‍યામાં ૨૩ ટકાનો ઉછાળો આવ્‍યો છે અને ભારતીયોની સંખ્‍યા અત્‍યાર સુધીની સૌથી વધુ ૩,૩૧,૬૦૨ પર પહોંચી ગઈ છે.

અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતના બાળકોની સંખ્‍યા સૌથી વધુ છે. લગભગ ૩.૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્‍યાસ કરી રહ્યા છે. ૧૫ વર્ષમાં પ્રથમ વખત ભારત આ યાદીમાં ટોચ પર છે. સોમવારે જારી કરાયેલ ઓપન ડોર્સ રિપોર્ટ, ૨૦૨૪માં આ દાવો કરવામાં આવ્‍યો છે.

શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩માં વિદેશથી અમેરિકા આવતા વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્‍યા ચીનમાંથી હતી અને ભારત બીજા સ્‍થાને હતું. ત્‍યારબાદ ૨,૬૮,૯૨૩ ભારતીય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા અમેરિકા આવ્‍યા હતા. તાજેતરના અહેવાલ મુજબ, આ સંખ્‍યામાં ૨૩ ટકાનો ઉછાળો આવ્‍યો છે અને ભારતીયોની સંખ્‍યા અત્‍યાર સુધીની સૌથી વધુ ૩,૩૧,૬૦૨ પર પહોંચી ગઈ છે. આ સંખ્‍યા વિદેશથી અમેરિકામાં અભ્‍યાસ કરવા આવેલા કુલ વિદ્યાર્થીઓના ૨૯ ટકા છે.

ભારત પછી ચીન બીજા ક્રમે છે જ્‍યાં અમેરિકામાં ૨૭૭૩૯૮ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. દક્ષિણ કોરિયા ત્રીજા સ્‍થાને (૪૩,૧૪૯), કેનેડા ચોથા સ્‍થાને (૨૮,૯૯૮) અને તાઇવાન પાંચમા સ્‍થાને (૨૩,૧૫૭) છે.

ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ઈન્‍ટરનેશનલ એજ્‍યુકેશન દ્વારા ઓપન ડોર્સ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્‍યો છે. IIE યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્‍યા વિશે વાર્ષિક અભ્‍યાસ પ્રકાશિત કરે છે.

આ સંદર્ભમાં જારી કરાયેલા એક નિવેદનમાં, ભારતમાં યુએસ એમ્‍બેસીએ જણાવ્‍યું હતું કે, ૨૦૦૮-૨૦૦૯ પછી પ્રથમ વખત, ભારત તેના વિદ્યાર્થીઓને અમેરિકા મોકલવાની બાબતમાં ટોચ પર છે. અમેરિકામાં ભણતા ભારતીય બાળકોની આ અત્‍યાર સુધીની સૌથી વધુ સંખ્‍યા છે. અમેરિકામાં, શૈક્ષણિક સત્ર સામાન્‍ય રીતે સપ્‍ટેમ્‍બરથી શરૂ થાય છે અને મે સુધી ચાલે છે.

આંતરરાષ્‍ટ્રીય તાાતક (માસ્‍ટર્સ અને પીએચડી સ્‍તર) વિદ્યાર્થીઓને સતત બીજા વર્ષે યુએસ મોકલવામાં ભારત સૌથી મોટોસ્ત્રોત રહ્યો. ઉચ્‍ચ શિક્ષણના આ સ્‍તર માટે અમેરિકા આવતા ભારતીય તાાતકોની સંખ્‍યા ૧૯ ટકા વધીને ૧,૯૬,૫૬૭ થઈ ગઈ છે. અંડરગ્રેજ્‍યુએટ વિદ્યાર્થીઓની સંખ્‍યા ૧૩ ટકા વધીને ૩૬,૦૫૩ થઈ છે, જ્‍યારે નોન-ડિગ્રી વિદ્યાર્થીઓની સંખ્‍યા ૨૮ ટકા ઘટીને ૧,૪૨૬ થઈ છે.

(10:14 AM IST)