<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

તમને મળીને હંમેશા આનંદ થાય છે..જો બિડેન સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ ખુશી વ્‍યકત કરી

બિડેન સાથેની તસવીર પણ શેર કરી : બંને નેતાઓ એકબીજાનો હાથ પકડીને ચર્ચા કરી રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૧૯: બ્રાઝિલમાં થઈ રહેલી G20  સમિટમાં વડાપ્રધાન મોદી રિયો ડી જાનેરોમાં ઘણા રાષ્‍ટ્રાધ્‍યક્ષો સાથે મુલાકાત કરી. આ દરમિયાન અમેરિકી રાષ્‍ટ્રપતિ જો બાઇડન અને પીએમ મોદીની પણ મુલાકાત થઈ. વડાપ્રધાન મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે હાલમાં બ્રાઝિલમાં છે. તેમણે સમિટના પ્રથમ સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે ગ્‍લોબલ સાઉથના મુદ્દા પર વધુ મહત્ત્વ આપવાની માંગ કરી. વડાપ્રધાન મોદીએ અમેરિકન રાષ્‍ટ્રપતિ જો બાઇડન સાથે પણ મુલાકાત કરી. અમેરિકામાં રાષ્‍ટ્રપતિની ચૂંટણી પછી આ તેમની પ્રથમ મુલાકાત હતી.વડા-ધાન મોદીએ બાઇડન સાથેની તેમની મુલાકાતની એક તસ્‍વીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પીએમ મોદીએ X પર ફોટો પોસ્‍ટ કરીને લખ્‍યું, ‘રિયો ડી જાનેરોમાં G20   સમિટમાં રાષ્‍ટ્રપતિ જો બિડેન સાથે. તેમને મળીને હંમેશા આનંદ થાય છે.' ફોટોમાં વડાપ્રધાન મોદી અને બાઇડન બંને એકબીજાનો હાથ પકડીને ચર્ચા કરતા દેખાઈ રહ્યા છે.

G20  સમિટ દરમિયાન મોદી અને બાઇડન વચ્‍ચેની દ્વિપક્ષીય બેઠક અંગે હજુ સુધી કોઈ સ્‍પષ્ટતા નથી. જો G20  સમિટ દરમિયાન બંને નેતાઓ વચ્‍ચે વાટાઘાટો માટે કોઈ પૂર્વ-નિર્ધારિત શિડ્‍યુલ નહીં હોય, તો આવતા વર્ષે બાઇડન રિપબ્‍લિકન નેતા ડોનાલ્‍ડ ટ્રમ્‍પને યુએસ પ્રમુખપદ સોંપે તે પહેલાં આ તેમની છેલ્લી આમને-સામને મુલાકાત હોઈ શકે છે.

અમેરિકન રાષ્‍ટ્રપતિ સિવાય પીએમ મોદી યુએનના મહાસચિવને પણ મળ્‍યા. વડાપ્રધાન સમિટ દરમિયાન ઘણા અન્‍ય રાષ્‍ટ્રાધ્‍યક્ષો સાથે પણ મુલાકાત કરશે. માનવામાં આવે છે કે પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન તેઓ ચીનના રાષ્‍ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરી શકે છે.બ્રાઝિલના શહેર રિયો ડી જાનેરોમાં આયોજિત આ સમિટનો મુખ્‍ય મુદ્દો ભૂખ સામે એકતા છે. સમિટના મુખ્‍ય મુદ્દાઓમાં વૈશ્વિક સ્‍તરે શાંતિપૂર્ણ શાસનનો વિકાસ, ગરીબીનો અંત, આબોહવા પરિવર્તનનો સામનો કરવો અને ઊર્જા પડકારોને સંબોધિત કરવાનો સમાવેશ થાય છે. સમિટને સંબોધિત કરતા પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્‍ટ્રપતિ લુલા દા સિલ્‍વાને અભિનંદન પાઠવ્‍યા. પીએમએ કહ્યું કે બ્રાઝિલે તેની અધ્‍યક્ષતામાં નવી દિલ્‍હી સમિટને આગળ વધારી છે. ગયા વર્ષની સમિટ નવી દિલ્‍હીમાં યોજાઈ હતી, જેનો મુખ્‍ય એજન્‍ડા એક પળથ્‍વી, એક પરિવાર અને એક ભવિષ્‍ય હતો. સરકારી યોજનાઓનો ઉલ્લેખ. સત્રને સંબોધતા મોદીએ કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં ૧૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્‍યા છે. ૮૦ કરોડથી વધુ લોકોને મફત રાશન આપવામાં આવ્‍યું છે. ૫૫ કરોડ લોકોને સ્‍વાસ્‍થ્‍ય વીમા યોજના સાથે જોડવામાં આવ્‍યા. દેશમાં ચાલી રહેલી ઘણી યોજનાઓનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે સરકાર ગરીબી સામે લડવા માટે ગંભીર પ્રયાસો કરી રહી છે. પોતાના સંબોધનમાં ગ્‍લોબલ સાઉથનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે વૈશ્વિક સંઘર્ષને કારણે ખોરાક, ઈંધણ અને ખાતરની કટોકટીથી ગ્‍લોબલ સાઉથ સૌથી વધુ પ્રભાવિત થાય છે. તેથી, આપણે ગ્‍લોબલ સાઉથના પડકારો અને પ્રાથમિકતાઓને ધ્‍યાનમાં રાખીને કામ કરવું જોઈએ.

(12:06 PM IST)