તા. ૨૮ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૦ બુધવાર
માતા વૈષ્ણો દેવીના દર્શન જતા ભક્તોને મળશે મોટી રાહત :કલાકોની યાત્રા મિનિટોમાં થશે પૂરી
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર આપતા જાહેર કર્યું છે કે ત્યાં રોપવેનું નિર્માણ કરવામાં આવશે.

મા વૈષ્ણોદેવીના દર્શન કરવા તો જવું છે પણ ઘરના વડીલો માટે આકરું ચઢાણ કે લાંબો રૂટ પગે ચાલીને જવું લગભગ સશક્ય હોય છે અને આથી જ આપણે પણ આપણી દર્શનની ઈચ્છાને દબાવી દઈએ છીએ. વૈષ્ણોદેવીના દર્શને વધતાં જતાં શ્રદ્ધાળુઓમાં વડીલો અને દિવ્યાંગોની સંખ્યા વધારે છે આના પગલે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર આપતા જાહેર કર્યું છે કે ત્યાં રોપવેનું નિર્માણ કરવામાં આવશે.
માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે રોજ મોટી સંખ્યામાં યાત્રીઓ આવે છે. માતાના ભવનથી માંડીને મંદિર સુધીનો રસ્તો 13 કિમીનો છે. યંગ જનરેશન કે શારીરિક રીતે ફીટ હોય તેવા યાત્રીઓ સરળતાથી યાત્રા કરી લે છે પણ જેમને શારીરિક તકલીફ હોય કે પછી ઉંમર લાયક વડીલો અને દિવ્યાંગોને આ 13 કિમીની યાત્રા પુરી કરવા માટે ઘોડા, ખચ્ચર કે પાલખીનો સહારો લેવો પડે છે. ત્યારે આ રોપ-વે મુખ્ય ભવનથી તારાકોટને જોડશે અને સાંઝી છત સુધી લઈ જશે. જેના લીધે ચાલવાના માર્ગ પર ભીડ ઓછી થશે અને કલાકોને બદલે યાત્રા મિનિટોમાં પુરી થઈ જશે.
હાલ માતા વૈષ્ણોદેવીના દર્શને આવનાર યાત્રીઓ પાલખી, ઘોડા અને ખચ્ચરનો સહારો લે છે જે ત્યાંનાં ઘણા લોકોની આજીવિકાનું સાધન છે. જો શ્રાઇન બોર્ડ દ્વારા રોપ-વે યોજના અમલમાં આવે તો તેમની આજીવિકા પર માઠી અસર થઈ શકે છે. અને આથી જ સ્થાનિકો રોપ-વે યોજના સામે વિરોધ કરી રહ્યા છે. જેને લઈને બોર્ડે જણાવ્યું છે કે અમે સ્થાનિકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ રોપ-વે યોજના અમલમાં મૂકીશું અને તે મુજબ જ આગળની કાર્યવાહી હાથ ધરીશું.
શ્રાઇન બોર્ડનું કહેવું છે કે રોપ-વે પરિયોજના શ્રદ્ધાળુઓ માટે ગેમ ચેન્જર સાબિત થશે. માતાની ગુફા સુધી પહોંચવા માટે 13 કિમીનું કપરું ચઢાણ નહીં કરવું પડે અને સરળતાથી રોપ-વે દ્વારા પહોંચી શકાશે.
વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવનારની સંખ્યામાં દર વર્ષે વધારો થાય છે. વર્ષ 2023માં યાત્રાળુઓની સંખ્યા 95 લાખ હતી જે રેકોર્ડ બ્રેકિંગ આંકડો હતો, તો આ વર્ષે પણ અત્યાર સુધી 86 લાખ લોકો માતા રાનીના દર્શન કરી ચૂક્યા છે, આ આંકડાને ધ્યાનમાં રાખીને રોપ-વે યોજનાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે જેથી શ્રધ્ળુઓને બહેતર સુવિધા મળી શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
