<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

PMJAY સાથે સંકળાયેલી રાજકોટ સહિત ૭ હોસ્‍પિટલ સસ્‍પેન્‍ડ

ખ્‍યાતિ હોસ્‍પિટલકાંડ બાદ સરકાર સફાળી જાગીઃ આકરા પગલા : રાજકોટની નિહિત બેબી કેર ચિલ્‍ડ્રન હોસ્‍પિટલ ઉપરાંત ગીર સોમનાથ, સુરત, વડોદરા અને અમદાવાદની ખ્‍યાતિ સહિત ત્રણ હોસ્‍પિટલને પીએમજયમાંથી બાકાત કરી દેવાઇઃ ડો. હિરેન મશરૂ, ડો. કેતન કાલરીયા, ડો. મિહીર શાહ, ડો. પ્રશાંત વજીરાણી સહિતના સ્‍પેશિયાલિસ્‍ટોને પણ આરોગ્‍ય વિભાગે સસ્‍પેન્‍ડ કર્યા : રાજકોટની નિહિત બેબીકેર ચિલ્‍ડ્રન હોસ્‍પિટલના ડોકટર અને લેબ આસિસ્‍ટન્‍ટ વચ્‍ચેની વાતચીતના વાયરલ થયેલી ઓડિયો ક્‍લીપમાં ખોટા રિપોર્ટ બનાવી ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું સપાટી પર આવ્‍યું હતું

રાજકોટ તા. ૧૯: અમદાવાદની ખ્‍યાતિ હોસ્‍પિટલમાં પીએમજેય યોજના અંતર્ગત દર્દીઓની જાણ બહાર સ્‍ટેન્‍ટ બેસાડવાના ઓપરેશન કરી નાખવામાં આવતાં બે દર્દીઓ ભોગ બન્‍યા હતાં. તેમજ અનેકની હાલત બગડી ગઇ હતી. આ કાંડ સાથે રાજ્‍યભરની કેટલી હોસ્‍પિટલમાં યોજના અંતર્ગત ગેરરીતિ થઇ રહ્યાના જુના નવા અહેવાલોને ધ્‍યાને લઇ સરકાર સફાળી જાગી છે અને અમદાવાદની ખ્‍યાતિ સહિત ૩, રાજકોટ, ગીર સોમનાથ, સુરત અને વડોદરાની ૧-૧ મળી ૭ હોસ્‍પિટલોને પીએમજય હોસ્‍પિટલમાંથી બાકાત કરી દેવામાં આવી છે. એટલુ જ નહિ આ હોસ્‍પિટલ સાથે સંકળાયેલા ડો. હિરેન મશરૂ, ડો. કેતન કાલરીયા, ડો. મિહીર શાહ અને ડો. પ્રશાંત વજીરાણીને પણ આરોગ્‍ય વિભાગે સસ્‍પેન્‍ડ કરતાં હુકમ કર્યા છે.

અમદાવાદની એસ. જી. હાઈવે પર આવેલી ખ્‍યાતિ હોસ્‍પિટલમાં દર્દીઓની

જાણ બહાર એન્‍જિયોપ્‍લાસ્‍ટી કરી બે દર્દીના મોતથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. આ સાથે જ હોસ્‍પિટલ દ્વારા આયુષ્‍યમાન કાર્ડનો દુરૂપયોગ કરી કેવી રીતે PMJAY યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવે છે તે પણ બહાર આવ્‍યું હતું. જેને લઈને આરોગ્‍ય વિભાગ અને રાજ્‍ય સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્‍યા હતાં. હાલ, આ તપાસ હેઠળ કરેલી કાર્યવાહીમાં સ્‍વાતિ હોસ્‍પિટલ સહિત સાત હોસ્‍પિટલોને સસ્‍પેન્‍ડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, હોસ્‍પિટલની સાથે-સાથે મલ્‍ટિસ્‍પેશ્‍યાલિસ્‍ટ ડૉક્‍ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જે હેઠળ આરોગ્‍ય વિભાગ દ્વારા ચાર ડૉકટરોને પણ સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. જેમાં ખ્‍યાતિ હોસ્‍પિટલનો ડૉ. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે. આરોગ્‍ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હજુ જો અન્‍ય કોઈ હોસ્‍પિટલ કે ડૉક્‍ટરના આ કૌભાંડમાં નામ સામે આવશે તો તે તમામની સામે પણ આ -કારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, આ તમામ હોસ્‍પિટલ અને ડૉક્‍ટર્સ સામે હજુ સુધી ફોજદારી ગુના હેઠળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

કડીમાં બોરીસણા ગામે ખ્‍યાતિ હોસ્‍પિટલ દ્વારા ફ્રી કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. જેમાંથી ૧૯ દર્દીને ખ્‍યાતિ હોસ્‍પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછયા વિના જ એન્‍જિયોપ્‍લાસ્‍ટી કરીને સ્‍ટેન્‍ટ મૂકી દેવાયા હતા. સ્‍ટેન્‍ટ મૂકયા બાદ ૭૦ વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને ૫૦ વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્‍યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો કરતાં સમગ્ર મામલો -કાશમાં આવ્‍યો હતો. પરિવારે હોસ્‍પિટલમાં સામે વિરોધ કરી આરોપ લગાવ્‍યો હતો કે, હોસ્‍પિટલે આયુષ્‍યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્‍ટેન્‍ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે.

આ મામલો વકરતા આરોગ્‍ય વિભાગ તાત્‍કાલિક સક્રિય થઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્‍યારબાદથી ફ્રી મેડિકલ કેમ્‍પથી લઈને પીએમજય કૌભાંડ સુધીના એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. આરોગ્‍ય વિભાગની તપાસ દરમિયાન હજુ અન્‍ય કૌભાંડ તેમજ ખ્‍યાતિ હોસ્‍પિટલ સિવાયની પણ અન્‍ય હોસ્‍પિટલોના તેમાં નામ બહાર આવે તેવી સંભાવના છે.

ઉલ્લેખનિય છે કે સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જીલ્લો ખ્‍યાતિ હોસ્‍પિટલના ટાર્ગેટ પર રહ્યા હતાં. આ જ વિસ્‍તારમાં મફત મેડિકલ કેમ્‍પ યોજીને દર્દીઓને ખ્‍યાતિ હોસ્‍પિટલમાં લાવવામાં આવતાં હતાં. એટલું જ નહીં, દર્દીઓની જાણ બહાર સ્‍ટેન્‍ટ મૂકીને પીએમજેવાયએ યોજના હેઠળ નાણાં મેળવી લેવાતા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, દર્દીઓને સ્‍ટેન્‍ટ મૂકનાર ડૉ.-શાંત વજીરાણી તો માત્ર પ્‍યાદુ રહ્યું છે પણ અસલી વિલન તો હોસ્‍પિટલના સંચાલક છે. જે ડૉક્‍ટરોને ટાર્ગેટ આપીને નિર્ધારિત સમયમાં હાર્ટ સર્જરી કરવા દબાણ કરતા હતાં.

એવી જાણકારી મળી છે કે, ગામડાઓમાંથી હાર્ટના દર્દીઓ મળી રહે તે માટે ડૉ.પ્રશાંત વજીરાણી દર મંગળવારે કડીની ભાગ્‍યોદય હોસ્‍પિટલમાં વિઝિટીંગ ડૉક્‍ટર તરીકે જતાં હતા. આ ખાનગી હોસ્‍પિટલોમાં એન્‍જિયોગ્રાફી અને એન્‍જિયોપ્‍લાસ્‍ટી માટે ડૉ. વજીરાણીને નક્કી કરેલી રકમ અપાતી હતી. બાકી પીએમજેવાયએ યોજના હેઠળ હાર્ટની સર્જરી માટે અપાતાં પેકેજનો મોટો હિસ્‍સો હોસ્‍પિટલના સંચાલકોના ખિસ્‍સામાં જતો હતો. હોસ્‍પિટલના માલિક-સંચાલકો ડૉક્‍ટરોને હાર્ટ સર્જરી માટે ચોક્કસ ટાર્ગેટ આપે છે. માલિકોના દબાણને કારણે ડોક્‍ટરો આડેધડ રીતે દર્દીઓની સર્જરી કરી નાંખે છે. આ કારણોસર જ સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લો ખ્‍યાતિ હોસ્‍પિટલનો સોફટ ટાર્ગેટ રહ્યો હતો કેમ કે, મફત સારવારના નામે હૃદય રોગની તકલીફનો ડર દેખાડી દર્દીઓની બારોબાર એન્‍જિયોગ્રાફી અને એન્‍જિયોપ્‍લાસ્‍ટી કરી દેવામાં આવતી હતી. 

ફ્રી મેડિકલ કેમ્‍પના બહાને ગ્રામ્‍ય વિસ્‍તારમાં દર્દીઓ લાવવાનું આખુંય નેટવર્ક ગોઠવાયા પછી ખ્‍યાતિ હોસ્‍પિટલના ડૉક્‍ટરોનો એક જ મંત્ર રહ્યો હતો કે, હૃદયરોગનો ડર દેખાડોને સ્‍ટેન્‍ટ નાંખો, બસ આ મંત્ર થકી અન્‍ય રોગના દર્દીઓને ટાર્ગેટ બનાવવામાં આવતા હતાં. આખરે દર્દીઓનો મળત્‍યુ પછી આખોય ભંડાફોડ થયો હતો.

એ પણ નોંધનીય છે કે રાજકોટની નિહિત બેબીકેર ચિલ્‍ડ્રન હોસ્‍પિટલમાં બાળ દર્દીઓના ખોટા લેબોરેટરી રિપોર્ટ તૈયાર કરાવડાવી લાંબા સમય સુધી ખોટી સારવાર કરી મસમોટા બીલો બનાવી સરકાર અને દર્દીના પરિવારજનો પાસેથી રકમ ખંખેરવામાં આવતી હતી. જે અંગે ડોક્‍ટર અને લેબ આસીસ્‍ટન્‍ટની ઓડિયો ક્‍લીપ પણ વાયરલ થઇ હતી. આ મામલાની ગંભીર નોંધ લઇ આજે અન્‍ય છ સાથે આ હોસ્‍પિટલને પણ પીએમજય યોજનામાંથી સસ્‍પેન્‍ડ કરી દેવાઇ છે.

(3:33 PM IST)