<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

નાગરિક બેંકમાં ‘કલ્‍પક જૂથ'નો સફાયો ‘સહકાર' પેનલનો વિજય વાવટો

ગુજરાતના સહકારી જગતમાં ચર્ચાસ્‍પદ બનેલી રાજકોટ નાગરીક બેંકનો ડાયરેકટરોની ચૂંટણીમાં વર્તમાન શાસકોનો દબદબો યથાવતઃ ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે સવારે શરૂ થઈ'તી મતગણતરી : મતદારોમાં કૌભાંડના આરોપોની હવા ઉડાડી દીધી : સુરેન્‍દ્રકાકા સહિત તમામ ૨૧ બેઠક ‘સહકાર' પેનલના ફાળેઃ સહકાર પેનલનો જયજયકારઃ તમામ ઉમેદવારો વિજયી

રાજકોટઃ શહેરમાં ચર્ચાનું કેન્‍દ્ર બનલ રાજકોટ નાગરિક બેંકની ચુંટણીમાં જયોતિન્‍દ્રભાઇ મહેતા પ્રેરિત સહકાર પેનલનો જવલંત વિજય થયો છે. સહકાર પેનલના તમામ ઉમેદવારો જંગી મતોથી ચુંટાઇ આવ્‍યા હતા. પરીણામ બાદ સહકાર પેનલના ઉમેદવારો દેવાંગ માંકડ, માધવ દવે સહિતના વિજય મુદ્રામાં નજરે પડે છે. જયારે નીચેની તસ્‍વીરમાં સહકાર પેનલના ઉમેદવારોના મોઢા મીઠા કરાવતા વોર્ડનં.૭ના પ્રમુખ કોૈશીક ચાવડા, શહેર ભાજપ કોષાધ્‍યક્ષ મયુરભાઇ શાહ, અરૂણ નિર્મળ સહિતના નજરે પડે છે. જયારે નિચેની તસ્‍વીરમાં સંસ્‍કાર પેનલના ઉમેદવારો ભાગ્‍યેશ વોરા સહકાર પેનલના ઉમેદવારને અભિનંદન આપ્‍યા ત્‍યારની તસ્‍વીર. જયારે અંતિમ તસ્‍વીરમાં સંસ્‍કાર પેનલના ઉમેદવારો તથા સમર્થકો નજરે પડે છે. જયારે સમગ્ર ચુંટણીમાં સહકાર પેનલને વિજયનો સ્‍વાદ ચખાડનાર સહકારી અગ્રણી જયોતિન્‍દ્રભાઇ મહેતા(મામા) ખુશીની મુદ્રામાં દર્શાય છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)(૨.૧૩)

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ નાગરિક સહકારી બેંકની રવિવારે ચૂંટણી યોજાઇ, અને આજે નાગરિક બેંક ભવન ખાતે  સવારે ૮ વાગ્‍યાથી મતગણત્રીનો પ્રારંભ થયો અને સહકાર પેનલના તમામ ૧પ ઉમેદવારોનો ભવ્‍ય વિજય થયો છે, સહકાર પેનલના સર્વે સર્વા જયોતિન્‍દ્ર મામાએ સંસ્‍કાર પેનલના કલ્‍પકભાઇ મણીઆર અને તેમની પેનલને જબરી પછડાટ આપી તેમનું નિશાન એવુ માઇક છીનવી લીધુ છે, સંસ્‍કાર પેનલને મતગણત્રીમાં માઇકમાં બોલવા જ દિધી ન હોય.

તેમ જયોતિન્‍દ્ર મામાની પેનલના તમામ ૧પ ઉમેદવારો મતગણત્રીના પ્રારંભ થી જ આગળ નિકળી ગયા હતા, સવારે ૧૦ાા વાગ્‍યે ગણત્રી પૂરી થઇ ત્‍યારે ભવ્‍ય વિજયોત્‍સવ સાથે સહકાર પેનલે તમામને વધાવી લીધા હતા, ભાજપ લોબીએ સંઘ લોબીને આજે ભારે પછડાટ આપી હતી, કલ્‍પક મણીઆર અને તેમની પેનલે નાગરિક બેંકમાં થયેલા કૌભાંડો અંગે જે વાતો જગાવી હતી, તે વાતોનું સૂરસૂરિયુ થઇ ગયું હતું, સહકાર પેનલના નિશાન સફરજને તમામના મોઢા મીઠા કરાવ્‍યા હતાં.

સવારે ૮ાા વાગ્‍યે ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી પ્રભવ જોષી, નાયબ ચૂંટણી અધિકારીશ્રી મુછાર, જીલ્લા રજીસ્‍ટ્રાર શ્રી બિમલ પટેલ, ગણત્રીનો અન્‍ય ૧૦૦ નો સ્‍ટાફે શાંતિપૂર્ણ રીતે મતગણત્રીનો અન્‍ય ૧૦૦નો સ્‍ટાફે શાંતિપૂર્ણ રીતે મતગણત્રી શરૂ કરાવી હતી.

સહકાર પેનલના ભવ્‍ય વિજયને વધાવવા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જૈમીન ઠાકર, શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશ દોશી તથા અન્‍ય આગેવાનો મતગણત્રી સ્‍થળે પહોંચી ગયા હતા, અને મોઢા મીઠા કરાવી વિજયને વધાવ્‍યો હતો.

સહકાર પેનલના ઉમેદવારો કુલ ર૧ હતા, તેમાંથી ૬ બિનહરીફ થયા હતા, પરીણામે જે ૧પ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા, તે તમામનો ભવ્‍ય વિજય થયો છે, જેમાં સર્વશ્રી માધવ દવે, ચંદ્રેશ ધોળકીયા, દિનેશ પાઠક, અશોક ગાંધી, ભૌતિક શાહ, કલ્‍પેશ ગજ્જર પંચાસરા, ચિરાગ રાજકોટીયા, વિક્રમસિંહ પરમાર, હસમુખ ચંદારાણા, દેવાંગ માંકડ, ડો. એન. જે. મેઘાણી, જીવણભાઇ પટેલ, જયોતિબેન ભટ્ટ, કિર્તિદાબેન જાદવ, નવીનભાઇ પટેલ, સુરેન્‍દ્રભાઇ પટેલ (સુરેન્‍દ્ર કાકા), દીપક બકરાણીયા, મંગેશ જોશી, બ્રિજેશ મલકાણનો સમાવેશ થાય છે.

જયારે સહકાર પેનલના બિનહરીફ થયેલા ઉમેદવારોમાં નવીનભાઇ પટેલ, સુરેન્‍દ્ર કાકા, દીપકભાઇ બકરાણીયા, મંગેશ જોશી, હસમુખભાઇ હિંડોચા, લલિતભાઇ વોરાનો સમાવેશ થાય છે.

સંસ્‍કાર પેનલના કલ્‍પક મણીયાર સહિત ૪ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, બાકી ૧૧ રહ્યા હતા, આ તમામને ઘોર પરાજય સહન કરવાનો વારો આવ્‍યો છે. આ ૧૧ ઉમેદવારોમાં સર્વશ્રી જયંત ધોળકીયા, લલિત વાડેરીયા, ડો. ડી. કે. શાહ, દીપક કારીઆ, વિશાલ મીઠાણી, દીપક અગ્રવાલ, ભાગ્‍યેશ વોરા, વિજય કારીઆ, પંકજ કોઠારી, નીતાબેન શેઠ, હિનાબેન બોઘાણીનો સમાવેશ થાય છે.

નાગરિક બેંકની ચૂંટણીમાં કુલ ૩૩ર મતદારો હતા, તેમાંથી ૯૬.૩૯ ટકા મતદાન થયું હતું, એટલે કે ૩ર૦ મતો પડયા હતા, તો રાજકોટમાં કુલ ૧૯૬ માંથી ૧૮૯ મતદાન થયું હતું, ૭ મતો ઓછા પડયા હતા, જયારે જેતપુર-સુરત અને મુંબઇમાં ૧૦૦ ટકા મતદાન થયું હતું. (પ-૧૦)

 

સંસ્‍કાર પેનલમાં પરાજયનો

સ્‍વાદ ચાખનાર ઉમેદવારો

(૧) જયંત ધોળકિયા

(૨) લલિત વાડેરિયા

(૩) ડો. ડી. કે. શાહ

(૪) દીપક કારીઆ

(૫) વિશાલ મીઠાણી

(૬) દીપક અગ્રવાલ

(૭) ભાગ્‍યેશ વોરા

(૮) વિજય કારીઆ

(૯) પંકજ કોઠારી

(૧૦) નીતાબેન શેઠ

(૧૧) હિનાબેન બોઘાણી

રાજકોટ નાગરિક બેંક ચૂંટણીઃ કોને કેટલા મત...

ઉમેદવારનું નામ                

 

કુલ બે

રાઉન્‍ડના અંતે

મળેલા મતો

દિપકભાઇ અગ્રવાલ      ૩પ

હસમુખ ચંદારાણા                 ૧પ૬

માધવ દવે              ૧પ૮

ચંદ્રેશભાઇ ધોળકીયા     ૧પ૭

જયંતભાઇ ધોળકીયા     ૩૪

અશોક ગાંધી             ૧પર

દિપક કારીયા            ૩પ

વિજય કારીયા           ૩૩

પંકજભાઇ કોઠારી                 ૩૬

બ્રિજેશ મલકાણ          ૧પ૦

દેવાંગ માંકડ             ૧૬૦

નરસિંહભાઇ મેઘાણી     ૧પ૧

વિશાલ મીઠાણી          ૩ર

કલ્‍પેશ પંચાસરા         ૧પ૪

વિક્રમસિંહ પરમાર                ૧પ૧

જીવણભાઇ પટેલ                 ૧પ૪

દિનેશ પાઠક             ૧પ૪

ચિરાગ રાજકોટીયા               ૧૪૮

ભૌમિક શાહ              ૧પ૦

ધીરજલાલ શાહ          ૩૭

નીતાબેન શેઠ            ૩ર

લલીતભાઇ વડેરીયા              ૩પ

ભાગ્‍યેશ વોરા            ૩૭

ભટ્ટ જયોતિબેન          ર૯૦

હિનાબેન બોઘાણી                ૩૮

જાદવ કિર્તીદાબેન                ર૮૬

સહકાર પેનલમાં ભવ્‍ય વિજય પામનાર ઉમેદવારો

(૧) માધવ દવે

(૨) ચંદ્રેશ ધોળકિયા

(૩) દિનેશ પાઠક

(૪) અશોક ગાંધી

(૫) ભૌમિક શાહ

(૬) કલ્‍પેશ ગજ્જર પંચાસરા

(૭) ચિરાગ રાજકોટિયા

(૮) વિક્રમસિંહ પરમાર

(૯) હસમુખ ચંદારાણા

(૧૦) દેવાંગ માંકડ

(૧૧)ડો.એન.જે.મેઘાણી

(૧૨) જીવણ પટેલ

(૧૩) જ્‍યોતિબેન ભટ્ટ

(૧૪) કીર્તિદાબેન જાદવ

(૧૫) નવીન પટેલ (બિનહરીફ)

(૧૬) સુરેન્‍દ્ર પટેલ

(અમદાવાદ) (બિનહરીફ)

(૧૭) દીપક બકરાણિયા

 (મોરબી) (બિનહરીફ)

(૧૮) મંગેશ જોશી

 (મુંબઈ) (બિનહરીફ)

(૧૯) હસમુખ હિંડોચા

 (જામનગર) (બિનહરીફ)

(૨૦) બ્રિજેશ મલકાણ

(૨૧) લલિત વોરા

(ધોરાજી) (બિનહરીફ)

(3:34 PM IST)