News of Tuesday, 19th November 2024
શેરબજારમાં ‘મંગળ-મંગળ' : ૧૦૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
રોકાણકારોમાં હાંશકારો : મુલ્ય ૬ લાખ કરોડ જેટલું વધ્યું : નીફટીમાં ૩૧૨ પોઇન્ટનો વધારો : તમામ સેકટર ગ્રીન ઝોનમાં: દિગ્ગજ શેર્સ વધ્યા

મુંબઇ, તા.૧૯: શેરબજારમાં અણધારી રીતે સતત સાત દિવસની નબળાઈ બાદ ૧૦૩૯ પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને માર્કેટ કેપમાં રૂપિયા છ લાખ કરોડની જમ્પ નોંધાઈ છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસમાં ૧૦૩૯પોઇન્ટથી વધુનો ઉછાળો છે અને નિફ્ટી ૩૧૨ પોઇન્ટની ઉપર છે તમામ લિસ્ટેડ કંપનીઓની બજાર મૂડી રૂ. ૬.૦૬ લાખ કરોડથી વધી રૂ. ૪૩૫.૧૪ લાખ કરોડ થઈ હતી.
તાજેતરના પાછલા સત્રોમાં બેન્ચમાર્ક સહિતના મોટાભાગના શેર આંક કરેકશન મોડમાં નેગેટિવ ઝોનમાં સરકી ગયા બાદ ટૂંકા ગાળાની રાહત રેલીને આધારે મંગળવારે ભારતીય શેરોમાં ઊંચા મથાળે આગળ વધ્યા હતા. આજે તમામ ૧૩ મુખ્ય સેક્ટર્સમાં સુધારો જોવા મળ્યો છે. વ્યાપક બજારમાં પણ સારી લેવાલી જોવા મળી છે. વધુ સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલ અને મિડ કેપ્સ શેરો અનુક્રમે આશરે ૧.૪%થી અને એક ટકા સુધી વધ્યા હતા
છેલ્લા ઘણા સત્રોમાં ઘટાડાને કારણે રોકાણકારોને નીચલા સ્તરે સારા શેર ખરીદવાની તક મળી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ જેવા બ્લુ-ચિપ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી હતી.
અમેરિકન શેરબજારો સોમવારે તેજી સાથે બંધ થયા હતા. તેના કારણે એશિયન બજારોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને જાપાનનો નિક્કી ઈન્ડેક્સ લગભગ ૧ ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આનાથી ભારતમાં પણ રોકાણકારોનું મનોબળ વધ્યું અને તેઓએ ભારે ખરીદી કરી.
સેન્સેક્સની ટોચની ૩૦ કંપનીઓમાંથી ૨૭ કંપનીઓ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહી હતી. માત્ર હિન્દુસ્તાન યુનિલિવર બજાજ ફિનસર્વ અને ICICI બેંક જ રેડમાં હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટાટા મોટર્સ અદાણી પોર્ટ્સ અને એનટીપીસીમાં મહત્તમ તમામ લિસ્ટેડ કંપનીઓની બજાર મૂડી રૂ. ૬.૦૬ લાખ કરોડથી રૂ. ૪૩૫.૧૪ લાખ કરોડ હતી. જોવા મળી હતી. આ તમામ શેર ૨ ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
મંગળવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો પણ બે પૈસા મજબૂત થયો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં રિકવરી અને મુખ્ય એશિયન હરીફો સામે યુએસ ચલણ નબળું પડવાને કારણે રૂપિયો સારો દેખાવ કર્યો હતો. તે ડોલર સામે ૨ પૈસા વધીને ૮૪.૪૦ થયો હતો.
જો કે, વિદેશી ચલણના વેપારીઓએ જણાવ્યું હતું કે વિદેશી ભંડોળનો સતત વાહ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો રૂપિયા પર દબાણ લાવે છે, અન્યથા તે

જો કે, વિદેશી ચલણના વેપારીઓએ જણાવ્યું હતું કે વિદેશી ભંડોળનો સતત વાહ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો
રૂપિયા પર દબાણ લાવે છે, અન્યથા તે આજે વધુ મજબૂત થઈ શકયો હોત. બ્રેન્ટ ક્રૂડની કિંમત આજે ૦.૧૯ ટકા વધીને ૭૩.૪૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશન દરમિયાન તેમાં ૨ ટકાથી વધુનો વધારો થયો છે.
એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સોમવારે રૂ. ૧,૪૦૩.૪૦ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. ૨,૩૩૦.૫૬ કરોડના શેર ખરીદ્યા હતા. ઑક્ટોબરની શરૂઆતથી વિદેશી રોકાણકારો સતત પાછી ખેંચી રહ્યા છે, જે હજુ પણ ચાલુ છે. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનું મુખ્ય કારણ ભારતીય શેરબજારની મોંઘવારી છે. તે જ સમયે, ચીન જેવા બજારોનું મૂલ્યાંકન ખૂબ આકર્ષક છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની જીત બાદ રોકાણકારોને અમેરિકન માર્કેટમાં ઘણી સારી સંભાવનાઓ જોવા મળી રહી છે.
જો આપણે અન્ય એશિયન બજારોની વાત કરીએ તો સિયોલ, ટોકયો અને હોંગકોંગમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે શાંઘાઈમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકન શેરબજારો સોમવારના સત્રમાં મિશ્ર સેન્ટિમેન્ટ સાથે બંધ થયા હતા. નાસ્ડેક ૦.૬ ટકા વધ્યો. એલોન મસ્ક ના ટેસ્લાના શેરમાં થયેલા વધારાએ આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લ્્રૂભ્ ૫૦૦ ૦.૩૯ ટકા વધ્યો. ડાઉ જોન્સમાં ૦.૧૩ ટકાનો ઘટાડો નોંધાયો છે.
(3:35 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 