<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

નવેમ્‍બરના અંત સુધીમાં ૩૭૦ ટ્રેનોમાં ૧૦૦૦ નવા જનરલ કોચ લાગશે

રેલવે બોર્ડની મોટી જાહેરાત, દરરોજ એક લાખ વધુ મુસાફરોને સુવિધા મળશે

નવી દિલ્‍હી, તા.૨૦: ભારતીય રેલ્‍વેએ મુસાફરોની સુવિધા માટે મોટી જાહેરાત કરી છે. જેમાં કહેવામાં આવ્‍યું હતું કે રેલવે બોર્ડ નવેમ્‍બરના અંત સુધીમાં ૩૭૦ ટ્રેનોમાં ૧૦૦૦ વધુ જનરલ કોચ ઉમેરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે, જેનાથી દરરોજ એક લાખ વધુ મુસાફરોને સુવિધા મળશે.

દેશમાં રેલવે મુસાફરોની સતત વધી રહેલી સંખ્‍યાને જોતા રેલવે બોર્ડે એક મોટી જાહેરાત કરી છે. જેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્‍યો છે કે રેલવે બોર્ડ નવેમ્‍બરના અંત સુધીમાં ૩૭૦ ટ્રેનોમાં ૧૦૦૦ વધુ જનરલ કોચ ઉમેરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે, જેનાથી દરરોજ એક લાખ વધુ મુસાફરોને સુવિધા મળશે.

રેલવે બોર્ડે મંગળવારે એક પ્રેસ સ્‍ટેટમેન્‍ટમાં જણાવ્‍યું હતું કે ઘણી ટ્રેનોમાં ૫૮૩ જનરલ કોચ પહેલાથી જ શરૂ કરવામાં આવ્‍યા છે. આ મામલે રેલ્‍વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું કે દેશના તમામ રેલ્‍વે ઝોન અને વિભાગોમાં બાકીના કોચ ઉમેરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ મહિનાના અંત સુધીમાં તે પૂર્ણ થશે. તેમણે કહ્યું કે અમે આગામી વર્ષ ૨૦૨૫માં હોળીના તહેવારોની ભીડનો સામનો કરવા માટે આયોજન અને તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રેલ્‍વે બોર્ડના જણાવ્‍યા અનુસાર, તે આગામી બે વર્ષમાં ૧૦,૦૦૦ નોન-એસી કોચ રજૂ કરવાની યોજના ધરાવે છે, જેના પછી દરરોજ આઠ લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી શકશે. જે અંગે અધિકારીએ જણાવ્‍યું કે આ કોચનું નિર્માણ કાર્ય ચેન્નાઈ સ્‍થિત ઈન્‍ટિગ્રલ કોચ ફેક્‍ટરી અને કપૂરથલા સ્‍થિત રેલ કોચ ફેક્‍ટરીમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે જેથી સમયમર્યાદા પૂરી થઈ શકે. તેમણે કહ્યું કે આ તમામ ૧૦,૦૦૦ કોચ એલએચબી શ્રેણીના છે, જે અદ્યતન સલામતી સુવિધાઓ અને મુસાફરોની સુવિધાઓને સુનિશ્‍ચિત કરે છે.

(10:37 AM IST)