<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

રવિવારે મુખ્‍યમંત્રી તથા રાજયપાલ રાજકોટમાં: રામકથાનું શ્રવણ કરશે

સરકીટ હાઉસ-સીવીલ હોસ્‍પીટલ એલર્ટ કરાયા

રાજકોટ તા. ર૦: રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે શરૂ થઇ રહેલ મોરારીબાપુની રામકથામાં તા. ર૪ના રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રવીવારે રાજકોટ આવી રહ્યા છે, તા. ર૧-રર-ર૩ સોમનાથ ખાતે રાજય સરકારની ચિંતન શીબીર યોજાઇ છે, તેમાં ભાગ લીધા બાદ રવીવારે સી. એમ. તથા રાજયપાલ સવારે રાજકોટ આવશે, અને મોરારીબાપુની રામકથાનું શ્રવણ કરશે, આ સંદર્ભે કલેકટરે આજે બપોરે ૩-૩૦ વાગ્‍યે તમામ અધીકારીઓની ખાસ મીટીંગ બોલાવી છે.

(2:43 PM IST)