News of Wednesday, 20th November 2024
ઈઝરાયેલના હુમલા પછી પણ અમેરિકાનું કટ્ટર દુશ્મન ઈરાન અડીખમ, પરમાણુ હથિયાર બનાવવાની નજીકઃયુરેનિયમનો સ્ટોક વધાર્યો
ઇઝરાયેલે તાજેતરમાં જ હુમલો કરી ન્યુકલીયર લેબને ભારે નુકશાન પહોંચાડેલ

નવી દિલ્હી તા.ર૦ : ઈરાનના પરમાણુ ઈરાદા કેટલા ખતરનાક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેહરાનના પરમાણુ મથક પર ઈઝરાયેલના તાજેતરના હુમલા બાદ પણ તેણે પોતાનું પગલું બદલ્યું નથી. યુનાઈટેડ નેશન્સ ન્યુક્લિયર મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ સાંભળીને જવાય તેમ છે.
આ સંગઠનના ગોપનીય અહેવાલ મુજબ, ઈરાને આંતરરાષ્ટ્રીય માંગને અવગણીને તેના સમૃદ્ધ યુરેનિયમના સ્ટોકમાં વધુ વધારો કર્યો છે. એટલે કે તે પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ નજીક આવી ગયો છે. આ અહેવાલે અમેરિકાથી લઈને ઈઝરાયેલ સુધી હલચલ મચાવી દીધી છે.
ગોપનીય રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈરાને તેના પરમાણુ ઈરાદામાં કોઈ ફેરફાર કર્યો નથી. તે અમેરિકા કે ઈઝરાયેલના કોઈપણ દબાણમાં અટકશે નહીં. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (ત્ખ્ચ્ખ્) એ અહેવાલ આપ્યો છે કે ૨૬ ઓક્ટોબર સુધીમાં, ઈરાન પાસે ૬૦ ટકાના દરે ૧૮૨.૩ કિગ્રા યુરેનિયમ સમૃદ્ધ હતું, જે ઓગસ્ટના રિપોર્ટ કરતાં ૧૭.૬ કિલો વધુ છે. પરમાણુ શષાો તૈયાર કરવા માટે ૯૦ ટકા સમૃદ્ધ યુરેનિયમની જરૂર પડે છે. એટલે કે તે હવે પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ નજીક આવી ગયું છે.ᅠ
દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ઈઝરાયેલે તેના વળતા હુમલામાં તાજેતરમાં ઈરાનના એક ગુપ્ત મથક પર હુમલો કર્યો હતો. આ હુમલામાંᅠ ઈરાનની ન્યુક્લિયર લેબને ભારે નુકસાન થયું હતું. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેની પાસે પરમાણુ શષાો બનાવવા માટે માત્ર એક જ ગુપ્ત આધાર નથી, પરંતુ અન્ય દ્યણા ગુપ્ત ઠેકાણાઓ પણ છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
