<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

દિલ્‍હીમાં ભાજપનું ઓપરેશન લોટસ આપના અનેક ધારાાસભ્‍યો સંપર્કમાં

આમ આદમી પાર્ટીના હજી ૧૦ થી ૧પ ધારાસભ્‍યોને પાર્ટીમાં લાવવા માટે ભાજપે પ્રયાસો આદર્યા

નવી દિલ્‍હીઃ તા. ર૦ આપની સરકારમાં મંત્રી રહેલા કૈલાશ ગહેલોતને પાર્ટીમાં લાવ્‍યા બાદ દિલ્‍હી ભાજપના નેતાઓ ખાનગીમાં કહી રહ્યા છે કે હજુ એકાદ-દોઢ મહિનો રાહ જુઓ, ડિસેમ્‍બરના અંત સુધીમાં એએપી દ્યણાં નેતાઓ ભાજપનો ભગવો ખેસ પહેરી લેશે. ભાજપે ૧૦ થી ૧૫ એએપીના ધારાસભ્‍યોને લાવીને ટિકિટ આપવાનો વ્‍હૂય બનાવ્‍યો હોવાની ચર્ચા પણ દિલ્‍હીમાં ચાલી રહી છે.ભાજપે દિલ્‍હીમાં મેયરની ચૂંટણીમાં પણ ઓપરેશન લોટસ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્‍હીના ચૂંટાયેલા મેયરે આ આરોપ લગાવ્‍યો છે. દિલ્‍હી મહાનગરપાલિકાના મેયર બન્‍યા બાદ મહેશ કુમાર ખીચીએ ભાજપ પર ઓપરેશન લોટસ ચલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્‍યો હતો.

આમ આદમી પાર્ટીમાં નેતા કૈલાશ ગહેલોત ભાજપમાં સામેલ થયા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ગહેલોતને ચ્‍ઝ દરરોજ બોલાવતી હતી માટે તેમની પાસે કોઇ રસ્‍તો બચ્‍યો નહતો.

(3:35 PM IST)