News of Wednesday, 20th November 2024
ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન : બપોર સુધીમાં અંદાજે ૬૦ ટકા મતદાન
મતદારોમાં ભારે ઉત્સાહ : ઠેર-ઠેર લાંબી લાઇનો : સૌથી ઓછુ મતદાન બોકારોમાં

રાંચી, તા.૨૦: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાની ૩૮ બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજા તબક્કામાં કુલ ૫૨૮ ઉમેદવારો મેદાનમાં છે. ૩૧ મતદાન મથકો પર સવારે ૭ થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન થશે, આ સિવાય બાકીના મતદાન કેન્દ્રો પર સાંજે ૫ વાગ્યા સુધી મતદાન થશે. તમામ બૂથ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઝારખંડમાં બપોર સુધીમાં અંદાજે ૬૦ ટકા મતદાન થયુ છે. સૌથી ઓછુ મતદાન બોકારોમાં અને સૌથી વધુ પાકુડમાં થયુ છે.
આ તબક્કા માટે ૧ કરોડ ૨૩,૫૮,૧૯૫ મતદારો નોંધાયા છે. સંથાલ પરગણાની ૧૮ બેઠકો, ઉત્તર છોટાનાગપુરની ૧૮ બેઠકો અને દક્ષિણ છોટાનાગપુરની ૨ બેઠકો પર મતદાન થશે.
ઝારખંડ ભાજપના અધ્યક્ષ અને ધનવર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુલાલ મરાંડીએ કહ્યું, ઝારખંડના લોકોનો મૂડ હેમંત સોરેનની સરકાર બદલવાનો છે કારણ કે લોકોએ ૫ વર્ષથી ઘણું સહન કર્યું છે. આજે લોકો પરિવર્તન માટે મત આપશે અને લોકો ભાજપ-એનડીએની તરફેણમાં મતદાન કરશે. ભાજપ-એનડીએને ૫૧થી વધુ બેઠકો મળશે.
જેએમએમના સાંસદ નલિન સોરેને મત આપ્યા પછી કહ્યું, ઙ્કઆજે જ નહીં, હું પહેલાથી જ મતદાન કરવા સૌથી પહેલ પહોંચી જઉં છું. જનતાએ વિકાસના મુદ્દે વોટ આપવાનું શરૂ કર્યું છે. અમારી સરકાર છે અને રહેશે. જેએમએમનું વિઝન આ વિસ્તારના વિકાસ માટે છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
