News of Wednesday, 20th November 2024
દેશમાં હવામાનમાં પલટો : ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન : દક્ષિણ ભારતમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે : સ્કાયમેટ
ત્રણ દિવસ બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની સંભાવના બની : ૨૩ કે ૨૪ નવેમ્બરથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો પર ટકરાશે : વરસાદ અને હિમવર્ષા થઈ શકે

નવી દિલ્હી : સ્કાયમેટ વેધર ચેનલના લેટેસ્ટ વર્તારા મુજબ દેશમાં હવામાનમાં પલટો આવવા લાગ્યો છે. ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન થઈ ગયું છે અને ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે.
દિલ્હી સહિત ઉત્તર ભારતના શહેરોમાં પ્રદૂષણ ચરમસીમાએ પહોંચી ગયું છે.
દક્ષિણ ભારતમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે.
ત્રણ દિવસ બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની સંભાવના છે જે વધુ મજબૂત બની શકે છે.
આગામી ૨૩ કે ૨૪ નવેમ્બરથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો પર ટકરાશે, જેના કારણે ત્યાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
