<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ઝારખંડમાં ક્યાં પક્ષ કે ગઠબંધનની બનશે સરકાર? જાણો શું કહે છે એક્ઝિટ પોલ

વિવિધ ચેનલો અને સર્વેક્ષણ એજન્સીઓ એક્ઝિટ પોલના પરિણામો જાહેર : ઝારખંડમાં કોની સરકાર બનશે તેનો અંદાજ લગાવી શકાય

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 38 બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થયું હતું. જ્યારે પ્રથમ તબક્કામાં 13 નવેમ્બર 2024ના રોજ 43 બેઠકો પર મતદાન થયું હતું. આજે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો આવશે. જેમાં મતદારોનો ટ્રેન્ડ જાહેર થશે અને ઝારખંડમાં કોની સરકાર બનશે તેનો અંદાજ લગાવી શકાય છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આજે સાંજે 6.30 વાગ્યા પછી જાહેર થશે. સાંજે 5 વાગ્યે મતદાન સમાપ્ત થયા પછી વિવિધ ચેનલો અને સર્વેક્ષણ એજન્સીઓ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરશે જેના પરથી ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવી શકાય છે.

   ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 38 બેઠકો પર મતદાન થયું છે. ટર્નઆઉટ એપ મુજબ, સાંજે 5 વાગ્યા સુધી બીજા તબક્કામાં 67.59% મતદાન થયું હતું. આ તબક્કામાં કુલ 528 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યના તમામ બૂથ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 

   ઝારખંડમાં સત્તારૂઢ જેએમએમ-કોંગ્રેસ ગઠબંધન ભાજપ અને તેના સ્થાનિક સાથી ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન પાર્ટી (એજેએસયુપી) સાથે આમનેસામને છે. મુખ્યમંત્રી હેમંત સોરેન બરહેટમાં બીજેપીના ગમાલીએલ હેમ્બ્રોમ સામે ટકરાવાના છે જ્યારે તેમની પત્ની કલ્પના સોરેન ગાંડેયમાં બીજેપીના મુનિયા દેવી સામે ટકરાશે. 

 ભાજપના પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી ધનવાર સીટ પર સીપીઆઈ (એમએલ) એલના રાજકુમાર યાદવ સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય રાજકીય દિગ્ગજ નેતા શિબુ સોરેનની પુત્રવધૂ સીતા સોરેન જામતારામાં કોંગ્રેસના ઈરફાન અન્સારીનો સામનો કરી રહી છે.

(7:11 PM IST)