News of Wednesday, 20th November 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન કે મહાવિકાસ અઘાડી? કોણ મારશે બાજી :જુઓ એક્ઝિટ પોલ
મતદાન ખતમ થતા જ તમામ ટીવી ચેનલ્સ અને એજન્સીઓના એક્ઝિટ પોલ :કઇ પાર્ટી બાજી મારશે તેનો અંદાજ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યની તમામ 288 બેઠકો પર મતદાન સમાપ્ત થઇ ગયું છે. બધા રાજનીતિક દળોના ઉમેદવારની કિસ્મત ઈવીએમમાં કેદ થઇ ગઇ છે. આ ચૂંટણીમાં જ્યાં એક તરફ ભાજપ, શિવસેના અને એનસીપી છે તો બીજી તરફ કોંગ્રેસ, શિવસેના, યુબીટી અને એનસીપી (એસસીપી) છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન કે મહાવિકાસ અઘાડી ગઠબંધન કોણ બાજી મારશે.
મતદાન ખતમ થતા જ તમામ ટીવી ચેનલ્સ અને એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. કઇ પાર્ટી બાજી મારશે તેનો અંદાજ કાઢવામાં આવશે. જોકે આ ફક્ત અંદાજો હશે મહારાષ્ટ્રમાં કોણ વિજેતા થશે તે તો 23 નવેમ્બરે મતગણતરીના દિવસે જ ખબર પડશે.
મહારાષ્ટ્રના એક્ઝિટ પોલને લઇને એબીપી-મેટ્રિઝ સર્વે એજન્સીના અંદાજ મુજબ મહાયુતિને એક્ઝિટ પોલ્સમાં 150થી 170 બેઠકો મળી શકે છે. આ સિવાય મહાવિકાસ આઘાડીને 110-130 બેઠકો મળી શકે છે. અન્યને 8 થી 10 સીટો મળી શકે છે.
ચૂંટણી વચ્ચે ફલૌદી સટ્ટાબજારમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે નજીકનો મુકાબલો છે. સટ્ટા બજાર મહાયુતિને બહુમતી આપી રહ્યું છે. બીજેપીને 90-95 સીટો મળવાનું અનુમાન છે. સટ્ટાબજાર શિવસેનાને 40-45 બેઠકો આપી રહ્યું છે, જ્યારે અજિત પવારની NCP 15 બેઠકોના આંકડા પર દાવ લગાવી રહી છે. મહાવિકાસ આઘાડીને પણ 125 બેઠકો આપવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએ ગઠબંધન જીતની ભવિષ્યવાણી કરી હતી. જેમાં એકદમ સાચા પડ્યા હતા. પરિણામ આવ્યું ત્યારે એનડીએની જીત થઇ હતી.
આ ચૂંટણી મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પ્રથમ વખત એનસીપી અને શિવસેનાના બે વિભાજિત જૂથો ચૂંટણી મેદાનમાં છે. 5 વર્ષના ઘણા ડ્રામા પછી મહારાષ્ટ્રની જનતા પોતાનો નિર્ણય સંભળાવશે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
